News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકા વાઘોડિયા, ડભોઇ,પાદરા અને કરજણમાં સૌથી વધુ ૭૬.૨૫ ટકા મતદાન

2026-04-27 10:49:07
વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકા વાઘોડિયા, ડભોઇ,પાદરા અને કરજણમાં સૌથી વધુ ૭૬.૨૫  ટકા મતદાન


વડોદરા જિલ્લા પંચાયતની બેઠકો માટે અંદાજિત ૬૮.૫૧ ટકા મતદાન




વડોદરા : જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાની ચૂંટણીમાં  સરેરાશ ૭૩ ટકાથી વધુ મતદાન થયું છે.જેમાં સૌથી વધુ મતદાન જિલ્લાની નગર પાલિકાઓમાં જોવા મળ્યું છે.વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪માંથી ૪ બેઠક બિનહરીફ જાહેર થતાં બાકીની ૩૦ બેઠક માટે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.પરિણામે શહેર કરતાં જિલ્લાના મતદાનના આંકડા વધુ દેખાતા હતા.સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજિત ૬૮.૫૧ ટકા મતદાન નોંધાયું છે.આવી જ રીતે આઠ તાલુકા પંચાયતની કુલ ૧૭૦માંથી ૧૯ બેઠક બિનહરીફ થતાં બાકી રહેતી ૧૫૧ બેઠકો માટે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૨.૩૪ ટકા મતદાન થયું હતું.


છેલ્લા એક કલાકમાં મતદાનની ટકાવારી સારી રહી હતી.જ્યારે,વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકા વાઘોડિયા,ડભોઇ,પાદરા અને કરજણમાં સૌથી વધુ ૭૬.૨૫  ટકા મતદાન થયું છે.જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સાધારણ બોલાચાલી સિવાય કોઇ અનિચ્છનિય બનાવ નોંધાયો નથી.મતદાનની ટકાવારીના સત્તાવાર આંકડા હજી જાહેર કરવાના બાકી છે.જેથી ઉપરોક્ત આંકડામાં થોડોઘણો ફેરફાર થઇ શકશે.

Reporter: admin

Related Post