વ્હાઇટ હાઉસ કોરેસ્પોડેન્ટ્સ ડિનર દરમિયાન થયેલા ગોળીબાર પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા કહ્યું કે, આ ઘટના દરમિયાન હું જ હુમલાખોરના ટાર્ગેટ પર હતો.
ટ્રમ્પે જણાવ્યું કે, જ્યારે ઘણાં હથિયારોથી સજ્જ હુમલાખોર સુરક્ષા ચોકી તરફ આગળ વધ્યો તો સિક્રેટ સર્વિસે ફુરતી બતાવતા તેઓને અને મેલાનિયા ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ટ્રમ્પે આ ઘટનાને પોતાના જીવ પર જોખમ ગણાવતા કહ્યું, હુમલાખોરનો ટાર્ગેટ હું જ હતો. હુમલામાં એક અધિકારી ઘાયલ થયો જેને બુલેટપ્રૂફ જેકેટે બચાવી લીધો. ટ્રમ્પે આ ઘટનાને લઈને અમેરિકનને શાંતિની અપીલ કરી પરંતુ તેની સાથે જ તેણે વ્હાઇટ હાઉસ પરિસરની અંદર ટાઇટ સુરક્ષિત બોલરૂમની જરૂરિયાત પર ફરી જોર આપ્યું.
હુમલા બાદ અમેરિકન પ્રમુખની પ્રતિક્રિયા
રોઇટર્સના અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસ કરસ્પોન્ડન્ટ્સ એસોસિએશન ડિનર દરમિયાન થયેલી ફાયરિંગની ઘટનાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વિગતવાર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે સુરક્ષા દળોની કામગીરીની પ્રશંસા કરી અને સ્પષ્ટ કર્યું કે આ હુમલામાં મુખ્ય ટાર્ગેટ તેઓ પોતે જ હતા."હું જ હતો નિશાન": ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે તેમને લાગે છે કે હુમલાનો મુખ્ય ટાર્ગેટ તેઓ જ હતા. ટ્રમ્પે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિ લગભગ 50 ગજ અંતરથી સુરક્ષા ઘેરાવ તરફ ઝડપથી દોડી આવ્યો હતો.
Reporter: admin







