News Portal...

Breaking News :

ભારે ગરમીને કારણે રાજ્યમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા,આજે હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ

2026-04-27 10:56:10
ભારે ગરમીને કારણે રાજ્યમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા,આજે હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ


અમદાવાદ: ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જ ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ભારે ગરમીને કારણે રાજ્યમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. 


રવિવારે કુલ 11 મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે. જેમાં અમદાવાદમાં 26 એપ્રિલના રોજ તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં ગરમીએ આ વર્ષે 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આજે હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે, હજી ત્રણ દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં મળે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આગામી દિવસોમાં આપણને ક્યારે ગરમીમાંથી થોડી રાહત મળશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ. ગુજરાતમાં સાત દિવસ એટલે કે, બીજી મે સુધી વાતાવરણ શુષ્ક રહેશે. ક્યાંય વરસાદની આગાહી નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે, દરિયાકાંઠા વિસ્તારમાં 35થી 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. 


કેટલાક જિલ્લાઓમાં 45 ડિગ્રી સુધી પણ મહત્તમ તાપમાન પહોંચી શકે છે. અમદાવાદમાં રવિવારના રોજ તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને રાજકોટમાં પણ પારો 44 ડિગ્રીની ઉપર રહ્યો હતો. કચ્છના ભુજમાં સામાન્ય કરતા 5 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાતા ત્યાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો પણ વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભુજ, અમરેલીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધારે નોંધાયું છે. વડોદરા, ડીસામાં 42 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. તો સુરત, કેશોદ, વીવી નગરમાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Reporter: admin

Related Post