News Portal...

Breaking News :

ડભોઈ ચૂંટણીનો શોર શમ્યોને આકરા તાપે આતંક મચાવ્યો; 44 ડિગ્રીમાં રસ્તાઓ સુમસામ

2026-04-27 16:41:55
ડભોઈ ચૂંટણીનો શોર શમ્યોને આકરા તાપે આતંક મચાવ્યો; 44 ડિગ્રીમાં રસ્તાઓ સુમસામ


ડભોઈ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં પણ કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 


ગઈકાલ સુધી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના કારણે જે ગરમાવો અને ચહલ-પહલ જોવા મળતી હતી, તે હવે એકાએક ગાયબ થઈ ગઈ છે ચૂંટણી બાદ શાંતિ: ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ગામડાઓ અને શહેરના માર્ગો પરથી રાજકીય ચહલ-પહલ ઓછી થઈ ગઈ છે



ડભોઈમાં હાલ 44 ડિગ્રી જેટલું આકરું તાપમાન નોંધાઈ રહ્યું છે, જે સહન કરવું મુશ્કેલ બની ગયું છે રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ સવારના 11 વાગ્યા બાદ શહેરની ગલીઓ અને મુખ્ય માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સાધનોનો સહારો: અસહ્ય ગરમી અને બફારાથી બચવા માટે લોકો ઘરમાં જ રહીને એસી, પંખા અને કુલરનો સહારો લઈ રહ્યા છે એક તરફ પારો સતત વધી રહ્યો છે અને બીજી તરફ ચૂંટણીના કામકાજ પૂરા થતા લોકોએ હવે ગરમીથી બચવા માટે 'સેલ્ફ-લોકડાઉન' જેવી સ્થિતિ અપનાવી લીધી છે. આગામી દિવસોમાં જો તાપમાન હજુ વધશે તો મુશ્કેલીઓ વધી શકે છે.

Reporter:

Related Post