News Portal...

Breaking News :

ભારત અને કોરિયા બંને દેશ વચ્ચે ઘણા સમજૂતીપત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા

2026-04-21 10:14:33
ભારત અને કોરિયા બંને દેશ વચ્ચે ઘણા સમજૂતીપત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા


દિલ્હી : દક્ષિણ કોરીયાના પ્રમુખ લી જે મ્યુંગ ભારતના પ્રવાસે છે. તેમણે સોમવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. 


આ દરમિયાન બંને દેશ વચ્ચેનો કારોબાર ૨૦૩૦ સુધીમાં ૫૦ અબજ ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં બંને દેશ વચ્ચેનો કારોબાર ૨૭ અબજ ડોલરનો છે. તેમણે જણાવ્યું હતું કે કારોબારને આ સ્તર સુધી લઈ જવા બંને દેશ વચ્ચે ઘણા સમજૂતીપત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોરીયાના પ્રમુખનો આઠ વર્ષ પછીનો ભારત પ્રવાસ સૌથી મહત્ત્વનો છે. લોકતાંત્રિક મૂલ્ય, માર્કેટ ઇકોનોમી અને કાયદાને સન્માન આપણા દેશના ડીએનએમાં છે. 


હિંદ પ્રશાંત ક્ષેત્રમાં આપણા સર્વસામાન્ય ધ્યેયો છે. આ બધાના આધારે છેલ્લા એક દાયકામાં આપણા સંબંધ વધુ ગતિશીલ અને વ્યાપક થયા છે. તેમના પ્રવાસની મદદથી અમે આ વિશ્વસનીય ભાગીદારીને ભવિષ્યની ભાગીદારીમાં પરિવર્તીત કરવા જઈ રહ્યા છે. અમે ચિપથી લઈને ચિપ્સ, ટેલેન્ટથી લઈને ટેકનોલોજી, પર્યાવરણથી લઈને ઉર્જા સુધીના દરેક ક્ષેત્રમાં સહયોગની નવી તકોનું સર્જન કરીશું અને સાથે મળીને બંને દેશોનો વિકાસ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરીશું.

Reporter: admin

Related Post