News Portal...

Breaking News :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે રિફાઇનરીનું ઉદ્ઘાટન થવાનું હતું : દેશની પહેલી ગ્રીનફીલ્ડ રિફાઈનરીમાં આગ

2026-04-21 10:13:26
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  મંગળવારે રિફાઇનરીનું ઉદ્ઘાટન થવાનું હતું : દેશની પહેલી ગ્રીનફીલ્ડ રિફાઈનરીમાં આગ


જયપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનમાં પચપાદ્રામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની સૌથી મોટી રિફાઈનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષનું ઉદ્ધાટન કરવાના હતા. 


જોકે, આ પહેલાં જ સોમવારે દેશની પહેલી ગ્રીનફીલ્ડ રિફાઈનરીમાં આગ લાગી હતી, જેને પગલે ઉદ્ઘાટનનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આગ લાગતા રિફાઈનરીમાંથી આગના કાળા ધૂમાડા આકાશને આંબતા હોવાનું જોવા મળ્યું હતું. જોકે, અગ્નિશમન દળની ટૂકડી અને કંપનીના નિષ્ણાતોએ કલાકોની મહેનત પછી આગ પર કાબૂ મેળવી લીધો હતો. રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં પચપાદ્રા રિફાઇનરીમાં સોમવારે આગ લાગી હતી, આગની આ ઘટના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટમાં લાગી હતી. જેને પગલે આગની વિશાળ જ્વાળાઓ જોવા મળી હતી. 


સમગ્ર પ્રશાસન દોડતુ થઇ ગયું હતું અને આગને કાબુ કરવા પ્રયાસ કર્યો હતો. સોમવારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આ રિફાઇનરીની મુલાકાત લેવા જવાના હતા તેને આગની ઘટના બાદ રદ કરી દેવાઇ હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આ રિફાઇનરીના ઉદ્ઘાટન માટે જવાના હતા જોકે આગની આ ઘટનાને પગલે તેમનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post