બારડોલી: ના વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ યુવકોનું લાકડીના ફટાકારી સારવાર અપાઈ રહી છે.બારડોલીમાં આવેલા એક વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ 2 યુવકને લાકડીના વડે ઢોરમાર મારી રહેલા કેન્દ્રના સંચાલક અને ત્યાના 2 કર્મચારીનો વિડિઓ વાયરલ થયો છે.
બારડોલીમાં આવેલા એક વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ 2 યુવકને લાકડીના સપાટા વડે ઢોરમાર મારી રહેલા કેન્દ્રના સંચાલક અને ત્યાના 2 કર્મચારી સામે પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે.જ્યાં મેડિટેશન અને યોગા જેવાં દૃશ્યો જોવા મળે એ વ્યસનમુક્તિ કેન્દ્રમાં લાકડીથી મારવાના સપાટાના સીન જોવા મળ્યા છે.
બારડોલીના એક વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવેલા યુવાનને સંચાલક દ્વારા ઓફિસમાં બોલાવી કર્મચારી સાથે ભેગા મળી લાકડીના સપાટાથી ઢોરમાર મારતો હોવાનો કથિત વીડિયો સામે આવતાં ચકચાર મચી છે. સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં વ્યસનમુક્તિના નામે બિલાડીના ટોપની માફક કેન્દ્રો ખુલ્યા છે.
Reporter: admin