News Portal...

Breaking News :

વિધવા સાથે યુવક ગયો મંદિર અને કરી નાંખ્યા લગ્ન, ભરી દીધી માંગ, ઘરે ગયો તો...

2024-05-03 16:29:46
વિધવા સાથે યુવક ગયો મંદિર અને કરી નાંખ્યા લગ્ન, ભરી દીધી માંગ, ઘરે ગયો તો...


બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ પ્રેમરોગ છે. આ ફિલ્મમાં અભિનેત્રીના લગ્ન એક ઠાકુર સાથે થાય છે. લગ્નના થોડા સમયમાં જ પતિના મૃત્યુ પછી તે વિધવા બની જાય છે. આવી સ્થિતિમાં તેનો બાળપણનો મિત્ર તેની સાથે લગ્ન કરે છે. તમામ મુશ્કેલીઓ છતાં ફિલ્મના અંતે પ્રેમની જીત થાય છે. આ ફિલ્મમાં ઋષિ કપૂર અને પદ્મિની કોલ્હાપુરી મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ શું તમે વાસ્તવિક જીવનમાં આવી કોઈ ઘટના વિશે સાંભળ્યું છે? તમે કદાચ સાંભળ્યું નહીં હોય પરંતુ આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી સફેદ સાડીમાં બેઠી છે અને છોકરો તેની માંગમાં સિંદૂર લગાવે છે.


વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સફેદ સાડીમાં એક છોકરી જોવા મળી રહી છે. જે ઘણી નાની છે. તે જ સમયે, લગ્ન કરવા માટે આવેલા છોકરાની ઉંમર પણ વધુ નથી. બંને મંદિરમાં બેઠા છે. પંડિતજી મંત્ર વાંચી રહ્યા છે. આ દરમિયાન ઘણી મહિલાઓ પણ નજીક ઉભી હોય છે. છોકરો ખૂબ જ ખુશ દેખાય છે. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, છોકરો તે વિધવા છોકરીના કપાળ પર સાતવાર સિંદૂર લગાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંદૂર દાન કર્યા બાદ છોકરો અને છોકરી ઘરે પહોંચ્યા અને એકબીજા સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા છે.


જોકે, જ્યારે છોકરો ખૂબ ખુશ દેખાય છે ત્યારે છોકરી શાંત ઊભી છે. તેના ચહેરા પર કોઈ હાવભાવ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી તેને લાખો વખત જોવામાં આવ્યો છે. જ્યારે હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. આ વીડિયોમાં ઘણી બધી કોમેન્ટ્સ પણ આવી રહી છે. મોટાભાગના લોકો બંનેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે, પ્રેમ લગ્ન કરનારાઓ આ લોકોની પોસ્ટ લાઇક કરો. તો કોઈ એવું લખી રહ્યું છે કે, તમારે જેને પ્રેમ કરો છે તેની સાથે જ લગ્ન કરવા જોઈએ. એક યુઝરે લખ્યું છે કે, તમે લગ્ન કરીને તમારું જીવન બરબાદ કરી દીધું છે.

Reporter: News Plus

Related Post