News Portal...

Breaking News :

મહાકુંભના સંગમમાં મૃત્યુ પામેલા મહેશભાઈના મૃતદેહને વતન લાવવામાં આવ્યો

2025-01-30 18:22:08
મહાકુંભના સંગમમાં મૃત્યુ પામેલા મહેશભાઈના મૃતદેહને વતન લાવવામાં આવ્યો


વિસનગર : મહાકુંભના સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં, જ્યારે 60 લોકો ઘાયલ છે. એમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું હતું. 


મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા. મહેશભાઈના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો અને ગ્રામજનો તેમનાં અંતિમદર્શન માટે એકત્રિત થયા હતા. એ બાદ મૃતદેહને અંતિમવિધિ માટે સિદ્ધપુર લઇ જવાયો. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહેશભાઈના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી ફૂલહાર અર્પણ કર્યો. 


ઋષિકેશ પટેલે મૃતક સાથે મહાકુંભમાં જનારાં તમામ પરિવારજનો પાસેથી માહિતી મેળવી હતી.પ્રયાગરાજમાં ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતા 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા. જો બુધવારના રોજ મહેશભાઈનું પ્રયાગરાજ ખાતે મોત નીપજ્યું હતું. મહેશભાઈ મહાકુંભમાં અમૃતસ્નાન કરવા ગયા અને ભાગદોડમાં તેમનો જીવ ગયો હતો.

Reporter:

Related Post