News Portal...

Breaking News :

રાજમોતી મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીના હત્યા કેસમાં માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ એએસઆઈ યોગ

2025-01-30 14:01:58
રાજમોતી મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીના હત્યા કેસમાં માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ એએસઆઈ યોગ


અમદાવાદ : સન 2016માં અમદાવાદ સ્થિત રાજમોતી મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીના હત્યા કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કોર્ટે રાજકોટની જાણીતી રાજમોતી મિલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારી હતી. 


ટ્રાયલ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. 14 મે 2016ના રોજ સમીર શાહની જયપુરની સિટી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર તેમની જ કંપનીના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કરવાનો આરોપ હતો. 


સમીર શાહ રાજકોટમાં રાજમોતી મિલનું સંચાલન કરતા હતા અને તેઓ સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિએશન (SOMA), રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (RCCI)ના પ્રેસિડેન્ટ પણ હતા.

Reporter: admin

Related Post