ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે ગાંધી નિર્વાણ દિન ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ને ગુરૂવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે એકતા નગરમાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી કાર્યાલય ખાતે મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અધિક કલેક્ટર ગોપાલ બામણીયાની ઉપસ્થિતિમાં સત્તામંડળના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
Reporter: admin