News Portal...

Breaking News :

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પ્રજ્ઞા પુત્રી અને વરિષ્ઠ કાર્ય કર્તા સુવર્ણાબેન દિક્ષિત કુશળતા અને પ્રતિભા દ્વારા યજ્ઞ સંસ્કારો સંપન્ન

2025-08-07 10:23:38
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પ્રજ્ઞા પુત્રી અને વરિષ્ઠ કાર્ય કર્તા સુવર્ણાબેન દિક્ષિત કુશળતા અને પ્રતિભા દ્વારા યજ્ઞ સંસ્કારો સંપન્ન


શાખ નંબર ૧૦ - સુભાનપુરા કેન્દ્ર દ્વારા શાતિકુંજ કેન્દ્ર ના આદરણીય પ્રજ્ઞા પુત્રી અને વરિષ્ઠ કાર્ય કર્તા સુવર્ણાબેન દિક્ષિત જેઓ શાતિકુંજ હરિદ્વાર કર્મકાંડનુ પ્રશિક્ષણ પણ લીધુ છે અને વિદેશોમા પણ પોતાની કુશળતા અને પ્રતિભા દ્વારા યજ્ઞ સંસ્કારો સંપન્ન કરાવેલ છે  


તેઓની મધુર ઓજસ્વી વાણી થકી શ્રવણ માસના આ પાવન પવિત્ર દિવસોમા ધ  ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરામા ગુરુસ્વરમા વિશેષ સાધનાના ક્રમમા શિવાભિષેક અને દીપ યજ્ઞનુ આયોજન સંપન્ન કરાવવામા  આવેલ જેમા ૫૦ થી પણ વધારે બેહનો એ શિવાભિષેક  કરેલ અને ધન્યતા અનુભવી હતી અને આગળ નવા ઘરો મા ગુરુસ્વરમા સાધના ના ક્રમ ને સંપન્ન કરવા ના સંકલ્પો લેવામા આવ્યા હતા એક જ ભાવ હર ઘર સ્વર્ગ સમાન બને, ઘરના પ્રત્યેક પરિજનો મા દેવત્વ જાગૃત થાય એજ શ્રદ્ધાભાવ અને આસ્થા સાથે સુભાનપુરા કેન્દ્ર ની બેહનો સુભાનપુરા ની નવી નવી સોસાયટી ઓમ ગુરુસ્વરમા ગાયત્રી મહામંત્ર ની  અલખ જગાવી રહેલ છે.

Reporter: admin

Related Post