News Portal...

Breaking News :

વિશ્વની સૌથી નાનકડી મહિલાએ કર્યું મતદાન

2024-04-20 13:16:28
વિશ્વની સૌથી નાનકડી મહિલાએ કર્યું મતદાન

દેશભરમાં લોકસભા ચૂંટણી-૨૦૨૪નું રણશિંગુ ફૂંકાયું છે અને શુક્રવારે પહેલાં તબક્કા હેઠળ ૨૧ રાજ્ય અને અમુક કેન્દ્રશાસિત પ્રદેશની ૧૦૨ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પણ આ બધા વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં દુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિ આમગેએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી છે.તમારી જાણ માટે કે નાગપુરની જ્યોતિ આમગેનો જન્મ ૧૬મી ડિસેમ્બર, ૧૯૯૩ના થયો હતો અને તેની હાઈટ માત્ર બે ફૂટ એટલે કે ૬૩ સેન્ટિમીટર છે. દુનિયાની સૌથી નાના કદની મહિલા તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એનું નામ નોંધાયું છે. જ્યોતિને બે વખત વર્લ્ડ રેકોર્ડનો બેજ પણ મળી ચૂક્યો છે.

જ્યોતિની ઓછી હાઈટ માટે જવાબદાર છે એકોંડ્રોપ્લાસિયા નામની બીમારી. આ બીમારી હાડકામાં થનારી બીમારી છે અને એને કારણે વ્યક્તિની હાઈટ નથી વધતી. બાળપણમાં જ્યોતિને લોકો તેના આવા દેખાવ અને હાઈટ માટે ચિડવતા હતા પણ બધામાં ધીરે ધીરે જ્યોતિની આ વીકનેસ જ તેની તાકાત બની ગઈ. આજે જ્યોતિ કોઈ સેલિબ્રિટીથી કમ નથી.પરિવાર સાથે નાગપુરમાં રહેતી જ્યોતિ સિંગલ છે અને તેના પરિવારમાં માતા-પિતા, ભાઈ-ભાભીનો સમાવેશ થાય છે. હાલમાં જ્યોતિ એક્ટિંગ અને મોડેલિંગ કરી રહી છે. તે એક અમેરિકન હોરર શોમાં પણ જોવા મળી છે. પણ કોરોનાને કારણે તેનું કામ ઠપ્પ થઈ ગયું હતું. જ્યોતિની એક યુટ્યૂબ ચેનલ પણ છે અને એમાં તે પોતાના રોજબરોજના જીવન સાથે સંકળાયેલા વીડિયો શેર કરતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિ આમગેએ બિગ બોસમાં એન્ટ્રી લઈને લાઈમલાઈટ ચોરી લીધી હતી. બિગ બોસ હાઉસમાં જ્યોતિ ૧૦ દિવસ રહી હતી અને તેણે તમામ ક્ધટેસ્ટન્ટની સાથે સાથે શોના હોસ્ટ સલમાન ખાનનું દિલ પણ જિતી લીધું હતું.

Reporter: News Plus

Related Post