ટી.ડી.ઓ પરીમલ પટણી ફક્ત નોટિસ આપીને,કાયદાનો ડર બતાવીને, વચેટીયાઓ મારફતે તોડપાણી કરતા રહે છે .
ઈન્ચાર્જ ટીડીઓ પરિમલ પટણી આ જગ્યા ઉપર કયા કદાવર નેતાનાં આશીર્વાદથી આવ્યો છે? કોણ એને સતત બચાવે છે? મોટાભાગની ફાઈલમાં એ અને એમની ટીમ બેરોકટોક બિલ્ડર અને આર્કિટેક્ટને ખંખેરી જ લે છે..
ટીડીઓ તરીકે આવનાર અધિકારી કોઈપણ કમિશનરને કે ડેપ્યુટી કમિશનરને કેમ ગાંઠતા નથી
મોજે ગોત્રી રે.સ.નંબર ૪૪૮ ટી.પી. ૧૦ અંતિમ ખંડ નં ૪૯ મા આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ ધણા વર્ષથી બિલ્ડીંગ યુઝ પરમીશન વગર ગેરકાયદેસર વાપર ઉપયોગ કરી રહ્યા છે. વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલવાળી મિલકતમા સ્થળે આપેલ રજાચિઠી વિરુદ્ધનુ બાંધકામ કરેલ છે. વાપર ઉપયોગનું ઓક્યુપેશન સર્ટિફિકેટ (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ મેળવવામા આવેલ નથી.અને ગેરકાયદેસર સ્કુલનો વાપર ઉપયોગ ચાલુ છે.સ્કુલનો ઓક્યુપેશન સર્ટિફિકેટ બિલ્ડીંગ યુઝ લીધા વિના ગેરકાયદેસર વાપર ઉપયોગ કરવો એ ટાઉન ડેવલપમેન્ટ ના cgdcr વિરુદ્ધ અને કાયદાકીય રીતે ગેરકાયદેસર છે. છતાં ગોત્રીમાં આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કુલ ગેરકાયદેસર રીતે ચાલુ છે. ટી.ડી.ઓ પરીમલ પટણીને જાણમાં હોવા છતા ગેરકાયદેસર રીતે સ્કુલ ચાલુ છે. તક્ષશિલા સુરત જેવી વાઘોડીયા રોડ જેવી દુર્ધટના બને અને જાનહાની થાય તો જવાબદાર કોણ ટી.ડી.ઓ પરીમલ પટણી,કે પછી વડોદરા શહેર ના શિક્ષણ વિભાગ ના અધિકારી કે સ્કુલના સંચાલક,મહાનગર પાલિકાના બાહોશ કહેવાતા મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનર, બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા અને ઓપરેશન ગંગાજળની કાર્યવાહી સામે કેમ ચુપ છે? વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલવાળી મિલકતનુ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મેળવેલ નથી, સ્થળે ગેરકાયદેસર બાંધકામ કરેલ હોવા,છતા સ્કુલના સંચાલક ટી.ડી.ઓ પરીમલ પટણીના સહકારથી વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલવાળી મિલકતમાં જ ગેરકાયદેસર શિક્ષણના પ્રાઈવેટ ક્લાસિસનો ઉપયોગની જાહેરાત કરેલ છે.
વિક્રમા -૨ મા ફક્ત નોટિસ આપી કોઈ કાર્યવાહી નહિ
મહાનગર પાલિકા વડોદરામા જો તમે માલેતુજાર હો તો પરીમલ પટણીના સહયોગથી ગેરકાયદેસર બધુંજ કરી શકો. કેમ કે વિક્રમા -૨ ને ફક્ત આપવા ખાતર નોટિસ આપી અને આગળની કોઈ કાર્યવાહી કરેલ નથી.અને ભષ્ટાચાર કરી ને કાયદેસર કરવાની પેરવી કરી રહ્યા છે.બાંધકામ પરવાનગી શાખાના ટી.ડી.ઓ પરીમલ પટણી,ડે.ટી.ડી.ઓ, બાંધકામ તપાસનીસ, હાલ અત્યારે પણ પાર્કીગની મંજૂરીમાં વાહ્લાલા દવલાની નિતી અપનાવી રહ્યા છે.( અટલાદરા પાદરા રોડ પર એક રેસ્ટોરન્ટના માલિક દ્વારા રોડવાળી જગ્યામાં,રોડથી માર્જીન છોડવાનો હોય તે જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરી ને કોમર્શિયલ વાપર ઉપયોગ ચાલુ છે.આ દબાણ સંદર્ભ ટી.ડી.ઓ અને બાંધકામ તપાસનીસને પુરી જાણકારી છે. છતા સમજૌતા થી બધુજ ચાલે છે.પાર્કીગ,ટ્રાફીકથી સંસ્કારી નગરીના નાગરિકો પરેશાન છે.મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનર પાર્કીગ સંદર્ભ તપાસ કરે તો બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ અધિકારીઓનો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
ગેરકાયદેસર બાંધકામ હશે તો નોટીસ અપાશે
ગોત્રી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર શાળામાં શાળા સંચાલકો દ્વારા ત્રીજા માળની પરવાનગી માટે અરજી આપવામાં આવી છે જે અત્યારે હાલમાં તે સ્ક્રુટીનીમાં છે.ત્યારે ગેરકાયદેસર બાંધકામ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટિસ બજાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
ધ્રુવ ચુહાણ, બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર
બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર વાપર ઉપયોગ
વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ ધણા વર્ષથી બિલ્ડીંગ યુઝ પરમીશન વગર ગેરકાયદેસર વાપર ઉપયોગ કરી રહ્યા છે. સ્કૂલમા સ્થળે આપેલ રજાચિઠી વિરુદ્ધ નુ બાંધકામ કરેલ છે. એ ગેરકાયદેસર બાંધકામનો દૈનિક સમાચાર પત્ર ગુજરાતની અસ્મિતાએ ઉજાગર કરેલ બાંધકામ તપાસનીસ ધૄવ ચૌહાણ સાથે ટેલીફોનીક વાત થયા મુજબ સ્કૂલ ના સંચાલકો દ્વારા સ્કુલમા કરેલ ગેરકાયદેસર બાંધકામ ની ઉપલા માળની પરવાનગી માટે ફાઈલ ઈન્વર્ડ કરાવેલ છે.પરંતુ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર વાપર ઉપયોગ કરી રહ્યા છે.એ સંદર્ભ બાંધકામ તપાસનીસ અને ટી.ડી.ઓ પરીમલ પટણી ચુપ છે.
Reporter: admin







