News Portal...

Breaking News :

હરણી બોટકાંડના પીડિતોને પોલીસ સમક્ષ આરટીઆઇ, અમને કઇ જોગવાઇ અને કોના હુકમથી નજર કેદ કરાય છે.

2025-05-23 10:37:42
હરણી બોટકાંડના પીડિતોને પોલીસ સમક્ષ આરટીઆઇ, અમને કઇ જોગવાઇ અને કોના હુકમથી નજર કેદ કરાય છે.


નેતાઓની રેલી કે અન્ય કોઇ આયોજનો, પીડિત પરિવારોને પોલીસ તેમના ઘરમાં જ નજરકેદ કરી દે..




શહેરના હરણી બોટકાંડના પીડિત પરિવારોને એક તરફ ન્યાય મેળવવા તંત્રના અધિકારીઓ અને સરકાર સામે ઝઝુમવું પડે છે ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા તેમને નજરકેદની હાલતમાં ઘની અંદર જ પુરી રાખવામાં આવી રહ્યા છે. પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવનારા આ પીડિત પરિવારોનું દર્દ પોલીસ અધિકારીઓ ક્યારેય સમજી શકવાના નથી કારણ કે પોલીસ અધિકારીઓ ભલે ગમે તેટલા દાવા કરે પણ તેમનામાં માનવતા મરી જ પરવારેલી છે. શહેરમાં જ્યારે પણ કોઇ મોટા નેતા કે વીઆઇપીનું આગમન થવાનું હોય કે સામાન્ય સ્થાનિક કક્ષાના નેતાઓની રેલી કે અન્ય કોઇ આયોજનો હોય..આ પીડિત પરિવારોને પોલીસ તેમના ઘરમાં જ નજરકેદ કરી દે છે અને તેમને ઘરની બહાર પણ નિકળવા દેતી નથી. રોજનું ખાઇ ને રોજ કમાનાર આ પીડિત પરિવારોને આ રીતે ઘરની અંદર જ પુરી દેવામાં આવે તો તે બિચારા ખાશે શું ..તેવો વિચાર પણ પોલીસ અધિકારીઓને આવતો જ નથી અને તેથી હરણી બોટકાંડ પીડિતો હવે પોલીસના આ અમાનવીય વર્તન અંગે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશ દાખલ કરવા જઇ રહ્યા છે અને આ માટે તેમણે પોલીસ કમિશનર તથા તેઓ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ આરટીઆઇ કરી છે. તેમણે આરટીઆઇ કરીને માહિતી માગી છે કે અમને વારંવાર નજરકેદ કરવામાં આવે છે. પોલીસ કાફલો તેમના ઘેર આવી જાય છે. જેથી તમે અથવા તમારા ઉપલા અધિકારીએ આવો કોઇ નદરકેદનો હુકમ કરેલો હોય તો આ હુકમની નકલ આપશો. આ હુકમ તથા નેજરકેદ કરવાની પ્રક્રિયા ક્યા કાયદાની જોગવાઇ હેઠળ કરવામાં આવને છે તે કાયદાને લાગતી વળગતી તમામ માહિતી તાત્કાલિક કાઢી આપશો. પોલીસ હવે ફિક્સમાં મુકાઇ ગઇ છે અને તેથી પોલીસ કમિશનર અને જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શું માહિતી આપે છે તે જોવું રહ્યું.



પીડિત પરિવારોને હાઇકોર્ટમાં પિટીશન કરવી છે...
હરણી પીડિત પરિવારોએ હાઇકોર્ટમાં પિટીશન ફાઇલ કરવાની તજવીજ કરી છે અને આ માટે આરટીઆઇ દ્વારા જે તે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કમિશનર સમક્ષ માહિતી માગવામાં આવી છે  કે દર વખતે અમને નજરકેદ કરી પોલીસ મુકવામાં આવે છે તો આ  કોના ઓર્ડરથી તથા કઇ જોગવાઇ મુજબ કરવામાં આવો તેની માહિતી આપો.
હિતેશ ગુપ્તા, પીડિત પરિવારોના એડવોકેટ

Reporter: admin

Related Post