સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને શહેરના વિવિધ પ્રશ્નો માટે મુલાકાત માગી છે.
એસોસિએશન મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વડોદરામાં ગાયકવાડી સરકાર તરફથી બેનમુન ઇમારતો શહેરને ભેટમાં મળી છે તેમાં ન્યાય મંદિર ઇમારત છે. 2018માં ન્યાય મંદિર બાબતે તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ન્યાયમંદિર ઇમારતની સોંપણી કલેક્ટરને કરાઇ હતી અને તેનો મ્યુઝિયમ બનાવાનો હેતુ હતો છતાં 2 વર્ષ સુધી કોઇ કાર્યવાહી ના થતાં એસોસિએશન દ્વારા તત્કાલીન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ફરી મંજૂરી આપી હતી પણ હજી સુધી ન્યાય મંદિરમાં કોઇ પ્લાન થરુ થયેલો નથી. જ્યારે લાલ કોર્ટમાં 33 કરોડના ખર્ચે ધીમીગતિએ કામ શરુ થયું છે જે યોગ્ય નથી. ઉપરાંત વડોદરાની મધ્યમાં વર્ષો અગાઉ વેપારીઓ વ્યવસ્થિત વેપાર કરી શકે તે માટે પાલિકાએ પદ્માવતી શોપિંગ સેન્ટર બનાવ્યું હતું પણ હેરીટેજ સિટીના પ્લાનીંગ હેઠળ પદ્માવતી શોપીંગ સેન્ટર તોડી પાડવાનો નિર્ણય પાલિકા દ્વારા કરાયો છે જ્યાં 240થી વધુ વેપારીઓ વેપાર કરે છે.
હાલ 234 વેપારીઓ અને કોર્પોરેશન વચ્ચે કોર્ટમાં કેસ ચાલુ છે પણ જ્યારે કાયદાકિય નિર્ણય ના આવે ત્યાં સુધી શોપિંગ સેન્ટરમાં બેઝમેન્ટમાં ગંદકી અને પાણી ભરાઇ રહે છે તેની સફાઇ થાય અને ફરી પાર્કીંગ શરુ થાય તો શહેર વિસ્તારમાં પાર્કીંગનો પ્રશ્ન હલ થઇ શકે છે તથા તમે મધ્યસ્થી બનીને આ જ જગ્યાએ વેપારીઓને જગ્યા મળે તો વેપારી ખુશ થશે. શહેર વિસ્તારમાં 15 હજાર દુકાનો છે અને શહેર ઉપરાંત આસપાસના ગામના લોકો પણ ખરીદી કરવા આવે છે પણ જો ટ્રાફિક પાર્કીંગ અને પથારાવાળાને લીધી ગ્રાહકો આવતા ખચકાઇ રહ્યા છે. આ મુદ્દાનું જરુરથી નિરાકરણ લાલવું પડશે. આ પ્રશ્નો માટે સરકાર કમિટી બનાવે તે જરુરી છે. 2024માં શહેરમાં જે માનવસર્જીત પૂર આવ્યું હતું તેમાં વેપારીઓને કરોડોનું નુકશાન થયું હતું વિશ્વામિત્રીનું નવસર્જન સફાઇ તથા યોગ્ય કામગિરી થઇ નથી. આ વર્ષે ભારે વરસાદ છે તો આપ કોર્પોરેશનનું ધ્યાન દોરશો.
Reporter: admin







