News Portal...

Breaking News :

મ્યુનિસિપલ કમિશનર રાણાજીના હવાલાઓથી ખદબદતું વડોદરા પાલિકા હવે બન્યું હવાલાનું પાલિકા.

2025-03-01 10:25:01
મ્યુનિસિપલ કમિશનર રાણાજીના હવાલાઓથી ખદબદતું વડોદરા પાલિકા હવે બન્યું હવાલાનું પાલિકા.


વડોદરા કોર્પોરેશનમાં મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણાજીની મનમાની હવે વધી રહી છે. તેમના રાજમાં થયેલી ભરતીમાં એક તરફ શંકા સેવાઇ રહી છે ત્યારે બીજી એક ચોંકાવનારી માહિતી પાલિકા સંકુલમાં ચાલી રહી છે કે વડોદરા પાલિકા આખુ અત્યારે હવાલા પર ચાલી રહ્યું છે. એટલે કે મોટા અધિકારીથી માંડીને વોર્ડ લેવલ સુધી ઇન્ચાર્જ અધિકારીઓ જ ફરજ બજાવી રહ્યા છે. વર્ષોથી આ અધિકારીઓ ઇન્ચાર્જનો હવાલો સંભાળે છે. મહાનગર પાલિકા વહીવટ એક્ટ મુજબ જીપીએમસીની જોગવાઈઓનું કમિશનર પાલન કરતા નથી. પણ કમિશનર દિલીપ રાણાજી નિયમોના તો ધજાગરા ઉડાવામાં એકસપર્ટ છે. તેમણે મનમાની કરીને તમામ નીતિ નિયમો તોડી નાખ્યા છે અને આખુ શહેર અત્યારે ઇન્ચાર્જ અધિકારીઓના સહારે જ ચાલી રહ્યું છે.  ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે વડોદરામાં કેવો વહિવટ થાય તે તમામ કલ્પી શકો છો. ચોખ્ખુ જોવા મળી રહ્યું છે કે જીપીએમસીની જોગવાઈઓ મુજબ મ્યુનિસીપલ કમિશનર તેમની સત્તાનો દુરપયોગ કરી રહ્યા છે. તેમણે ખોટી રીતે આ એક્ટનો દુરપયોગ કરી રહ્યા છે. પોતાના પાવરનો ઉપયોગ કરીને તેમણે કોર્પોરેશનમાં બેફામપણે કોર્પોરેશનના જ સીધી ભરતીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે તેમ હવે રાણાજી મન ફાવે એટલો ઇન્ચાર્જનો હવાલો અધિકારીઓના માથા પર મારી રહ્યા છે . અધિકારી પાસે જેટલા ઇન્ચાર્જના હવાલા હશે તેટલી તેની કાર્યક્ષમતા પર અસર થશે અને પાલિકાના કામોમાં પણ તેની અસર વર્તાશે પણ કમિશનર રાણાજી કોઇનું સાંભળતા ટેવાયેલા નથી. તેઓ પોતે જ સરકાર હોય તેમ મનસ્વીપણે વર્તી રહ્યા છે અને ઇન્ચાર્જ અધિકારીઓના કેસમાં પણ તેઓ મનસ્વીપણે વર્તીને ઇન્ચાર્જનો હવાલો નિયમ વિરુદ્ધ સોંપી રહ્યા છે. રાણાજીના વહિવટ કરવાના પોતાના નિયમ અને કાયદા છે અને તેઓ સરકારના બનાવેલા કાયદાઓની ઉપરવટ જઇને પોતે બનાવેલા નિયમો અને કાયદાનું પાલન કરી રહ્યા છે અને પાલિકાના અન્ય અધિકારીઓ પાસે પણ પોતાના જ બનાવેલા નિયમોનું પાલન કરાવી રહ્યા છે અને તેથી જ કોર્પોરેશનનો વહિવટ ખાડે ગયો છે. હવાલાઓથી ચાલતા કોર્પોરેશનમાં અધિકારીને કામ કરવાનો મોકો પણ ના મળે તે સ્વાભાવિક છે. એક અધિકારી કેટલી તરફ ધ્યાન રાખી શકે તે એક સવાલ છે પણ રાણાજીના કાયદા મુજબ જ શહેરનું કોર્પોરેશન ઇન્ચાર્જોથી ભરેલું છે. આ ખતરનાક છે. ઇન્ચાર્જ અધિકારીઓ કેવી રીતે કામ કરી શકે. અને તેથી જ ઇન્ચાર્જમાં રહેલા કોઇ અધિકારીએ જો મોટા નિર્ણયો લીધેલા હોય તો તે રદ કરવા જોઇએ કારણ કે તે ભૂલભરેલા હોઇ શકે છે અને સરકારના નિયમો મુજબ પણ હોઇ શકે છે.  વડોદરા કોર્પોરેશનમાં તમને કમિશનર રાણાજીની કૃપાથી વર્ષોથી હવાલો સંભાળતા એક નહીં પણ અનેક અધિકારી જોવા મળી શકે છે તેમાં ઉચ્ચ અધિકારીઓથી ઇન્ચાર્જ સીટી એન્જીનયર થી માંડીન અધિકારીઓનો સમાવેશ થાય છે. હવાલામાં ચાલી રહેલા આ અધિકારીઓ કેવા નિર્ણયો લે છે તે વડોદરા શહેરની જનતા જુવે છે. આ રીતે જ આવા હવાલા અધિકારીઓના કારણે જ વડોદરા શહેરની જનતા છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વામિત્રીના પૂરનો ભોગ બની રહી છે. ઠેર ઠેર કૌંભાડો જોવા મળે છે અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો મનફાવે તે રીતે નીતિનિયમોનું ઉલ્લંઘન કરીને કામોમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન હવે હવાલા કોર્પોરેશન બની ગયું છે. કદાચ રાજ્યમાં એવી કોઇ મહાનગરપાલિકા નહીં હોય ક્યાં ઉપરના લેવલથી માંડીને નીચેના લેવલ સુધીના અધિકારીઓ હવાલા ધરાવે છે અને આ બધુ કમિશનર રાણાજીની મનમાનીના કારણે થઇ રહ્યું છે. 






ઇન્ચાર્જ અધિકારીઓના ગેરવહિવટનો ભોગ બન્યુ વડોદરા હવાલામાં રહેલા અધિકારીઓ પોતાના જ વિભાગનું પુરતુ ધ્યાન આપી શકતા ના હોય તો અન્ય હવાલાનો વિભાગોમાં કઇ રીતે પુરતુ ધ્યાન આપી શકે તે સવાલ છે. પણ વડોદરા કોર્પોરેશનમાં તો હવાલાવાળા અધિકારીઓની ભરમાર રહી છે જેમાં ઇન્ચાર્જ સિટી એન્જિનીયર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વિજિલન્સ ઓફિસર, પ્રોજેક્ટ ઓફિસર , આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર  (ઉત્તર)આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઝોન ), આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઝોન ) આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર - મહિપાલ ઝાલા  (દક્ષિણ ઝોન ), વસ્તી ગણતરી અધિકારીઓ, ડાયરેક્ટર પાકર્સ એન્ડ ગાર્ડન, એડિશનલ સીટી એન્જિનિયર , કાર્યપાલક ઇજનેર ઉત્તર ઝોન, કાર્યપાલક ઇજનેર પૂર્વ ઝોન, કાર્યપાલક ઇજનેર દક્ષિણ ઝોન, બિલ્ડીંગ પ્રોજેક્ટ, NULM પ્રોજેક્ટ કાયર્યપાલક એન્જિનિયર ( ઇલેક્ટ્રિકલ,મિકેનિકલ અને સૂએજ ), કાર્યપાલક એન્જિનિયર (સ્ટ્રીટ લાઈટ), કાર્યપાલક એન્જિનિયર ( સોલિડ વેસ્ટે) કાર્યપાલક એન્જિનિયર ( પાણી પુરવઠા વિતરણ ) કાર્યપાલક એન્જિનિયર ( એફોર્ડેબલ હાઉસિંગ, ઝૂ, પાર્કસ એન્ડ ગાર્ડન ) કાર્યપાલક એન્જિનિયર ( પાણી પુરવઠા, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ) કાર્યપાલક એન્જિનિયર ( પશ્ચિમ ઝોન - વોર્ડ 10,11,12) કાર્યપાલક એન્જિનિયર- ( રોડ પ્રોજેક્ટ, પૂર્વ અને ઉત્તર ઝોન) કાર્યપાલક એન્જિનિયર- (ડ્રેનેજ પ્રોજેક્ટ ) કાર્યપાલક એન્જિનિયર- ( રોડ પ્રોજેક્ટ, પશ્ચિમ અને દક્ષિણ ) , નો સમાવેશ ખાય છે. 



જીપીએમસી એક્ટના નિયમનો ખુલ્લેઆમ ભંગ વડોદરા કોર્પોરેશનમાં તો વર્ષોથી હવાલો સંભાળતા ઘણા અધિકારીઓ છે. જે જીપીએમસી એક્ટનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. તે દર્શાવે છે. વર્ષોથી અધિકારીઓ અન્ય વિભાગના હવાલા સંભાળી રહ્યા છે. કમિશનર રાણાજી જીપીએમસી એક્ટનો દુરપયોગ કરી રહ્યા છે અને મનફાવે તે રીતે અધિકારીઓને હવાલાના ચાર્જ નિયમ વિરુદ્ધ સોંપી રહ્યા છે અને તેની સીધી અસર કોર્પોરેશનના કામો પર અને કોર્પોરેશનના વહિવટ પર થાય છે. પ્રજાની સમસ્યા માટે અધિકારી સમય પણ ફાળવી શક્તા નથી કારણ કે તેમને ઇન્ચાર્જ વિભાગોમાં પણ ધ્યાન રાખવાનું હોય છે. નાગરીકો પણ પોતાની સમસ્યા માટે જ્યારે આ અધિકારીઓ પાસે જાય ત્યારે હવાલા અધિકારી હોવાના કારણે અધિકારીઓ નાગરીકોને મળતા નથી અને નાગરીકો પોતાની રજૂઆત પણ અધિકારીઓ  સમક્ષ કરી શકતા નથી. જેથી હવાલા કોર્પોરેશન હવે બંધ થવું જરુરી છે.

Reporter: admin

Related Post