વડોદરા: આગામી 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવલખી 12મીએ તિરંગા યાત્રા યોજાશે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ પાલિકા દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિન્કીબેન સોનીની ઉપસ્થિતિમાં સાંજે 4 કલાકે તિરંગા યાત્રા યોજાશે.
યાત્રામાં ભાજપના કાર્યકરો સ્કૂલ, કોલેજ, સામાજિક સંસ્થા અને રહીશો સહિત 25 હજારથી વધુ લોકો જોડાવાની શક્યતા છે. ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ 2 લાખ ધ્વજનું વિતરણ કરાશે. ભાજપના કાર્યકરોએ લાખ વિતરણ કર્યું છે. તિરંગા યાત્રામાં સાંસદ ડો.હેમાંગ જોષી, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા અને છોટાઉદેપુરના સાંસદ જસુભા રાઠવા ઉપસ્થિત રહેશે.
જ્યારે તમામ ધારાસભ્યો, મ્યુ.કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનર પણ તિરંગા યાત્રાને લીલીઝંડી આપશે જેને લઈ વડોદરા શહેર નવલખી મેદાનમાં તળાવમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તિરંગા યાત્રા ના સમગ્ર રોડ પર તિરંગા ના ફ્લેગ લાઇટિંગ થી સુશોભિત કરી દેવામાં આવ્યું છે.
Reporter: admin