News Portal...

Breaking News :

બાપ્પાની પ્રતિમા પર ઇંડા ફેંકનાર ત્રણેયનો વરઘોડો કાઢવામાં આવ્યો

2025-09-01 17:03:30
બાપ્પાની પ્રતિમા પર ઇંડા ફેંકનાર ત્રણેયનો વરઘોડો કાઢવામાં આવ્યો

સ્થાનિકોએ લગાવ્યા જયશ્રી રામના નારા!
વડોદરાઃ શહેરમાં ગણેશોત્સવની શરૂઆત સમયે બાપ્પાની પ્રતિમા પર ઇંડા ફેંકીને વાતાવરણને ડહોળવાની કોશિશ કરનારા ત્રણ ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ ત્રણેયનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 


ત્રણેય આરોપીને દોરડાથી બાંધીને સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા. તેમજ બે હાથ જોડીને માફી પણ માંગી હતી. આ દરમિયાન આરોપીઓ લંગડતા જોવા મળ્યા હતા.પોલીસ આરોપીઓને તેમણે જ્યાંથી ઈંડા ખરીદ્યા હતા તે સ્થળ અને જ્યાં બાપ્પાની પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા તે સ્થળની માહિતી મેળવી હતી. સ્થાનિકોએ આ દરમિયાન વડોદરા પોલીસ ઝિંદાબાદ અને જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત પોલીસે એક આરોપીની માતાની પણ ધરપકડ કરી હતી. માતા-પુત્રએ સાથે રહીને આ કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જ્યારે મહિલાનો પતિ ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈંડા ફેંકવાની ઘટના પ્રી પ્લાન હતી. આ પાછળ કોઈ મોટા માણસનો હાથ હશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરના પાણીગેટમાં ગણપતિની મૂર્તિ પર ઇંડા ફેંકનારા માફિયા ગેંગના સૂત્રધાર અને ત્રણ સાગરીતને 31 ઓગસ્ટે રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓનું ટ્રાન્સફર વોરંટ મેળવીને તેમને વડોદરા લાવવામાં આવ્યા હતા.આ કેસમાં સૌપ્રથમ બે આરોપી અને સગીરની ધરપકડ થઇ હતી, જેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરાયા હતા, જ્યારે અન્ય ઇસમોની પૂછપરછમાં માફિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચારનાં નામ ખૂલતાં પોલીસે કાવતરાખોર સલમાન ઉર્ફે ગધો મનસૂરીની ધરપકડ કરી હતી.

Reporter:

Related Post