વડોદરા : આવતી કાલે વડોદરા શહેરમાં તિરંગા યાત્રા ને લઈ મ્યુ. કમિશનર, પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4:00 વાગ્યે તિરંગા યાત્રા શરૂ થશે. જે કીર્તિસ્થંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર, સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે.સ્વેચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે.

યાત્રામાં જોડાનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રમાં ઠેર ઠેર લાઉડસ્પીકર અને સ્ટેજ બનવાં આવશે આ તિરંગા યાત્રા માં ૫૦ હાજર લોકો ભાગ લેનાર છે સાથે 50થી વધુ સંસ્થાઓ ના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનાર છે સાથે વડોદરા શહેરની ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે સાથે વડોદરા ની ઐતિહાસિક ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરવામાં આવશે વડોદરા શહેરમાં દેશભક્તિ નો માહોલ જોવા મળશે. તેમ મ્યુનિસિપલ કમિશનર એ જણાવ્યું હતું.





Reporter: admin







