News Portal...

Breaking News :

તિરંગા રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે રીતે ફરકાવવો જોઈએ

2025-08-14 10:29:52
તિરંગા રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે રીતે ફરકાવવો જોઈએ


કોઈ પણ અન્ય ધ્વજ કે ઝંડો રાષ્ટ્રધ્વજ થી ઊંચો રખાય નહીં



વડોદરા : સરદારભવન ટ્રસ્ટ અને અખિલ ભારતીય સેવા દળ દ્વારા છેલ્લા 51 વર્ષથી 4.08 લાખ લોકોને રાષ્ટ્રધ્વજ સાચી રીતે કેવી રીતે ફરકાવવો ? રાષ્ટ્રગાન કેવી રીતે કરવું ? એની તાલીમ આપી ચૂક્યા છે. જેમાં વર્ષ 1974 થી 2022 સુધી વડોદરાના રાષ્ટ્રપ્રેમી એવા સ્વ.હરેન્દ્રસિંહ દાયમાએ અભિયાન ચલાવ્યું હતું. ચાલુ વર્ષે 3 હજારથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શિખવાડ્યું છે.શહેરના સરદાર ભવનના પ્રોગ્રામ મેનેજર પ્રજ્ઞાબેન પરમારે જણાવ્યું હતું કે, સંસ્થામાં જઇને છાત્રોને રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે કેવી રીતે ગડી વાળવી, સ્થંભમાં સૂતરની દોરી કેવી રીતે બાંધવી, બિનસરકારી સંસ્થાનોમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું, રાષ્ટ્રગાન કેવી રીતે કરવું જેવી મહત્વની બાબતો છાત્રોને શીખવવામાં આવે છે. આ અભિયાન ગુજરાત પૂરતું સીમિતના રહેતા આસામના દુર્ગમ વિસ્તારોમાં પણ કેમ્પ યોજી શીખવવાડાયું છે.



*ધ્વજ કોઈ પણ સાઈઝનો ફરકાવી શકાય પરંતુ તેની લંબાઈ પહોળાઈ 3:2 પ્રમાણમાં હોવી જોઈએ.
*ફાટેલો કે મેલો કે ચૂંથાયેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ શકશે નહીં.
રાષ્ટ્રધ્વજ ઊંધો ન ફરકે તેનું ખાસ ધ્યાન રાખવું.
*કોઈ પણ અન્ય ધ્વજ કે ઝંડો રાષ્ટ્રધ્વજ થી ઊંચો તેનાથી ઉપર કે તેની બાજુમાં સમકક્ષ રાખી શકાશે નહીં.
*રાષ્ટ્રધ્વજનો ઉપયોગ તોરણ ડિઝાઇનમાં ગોઠવણી, સુશોભન ના ઉદ્દેશ્યથી કરવો નહીં.
*રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ પ્રકારનું લખાણ હોવું જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ આપવામાં લેવામાં કે ઝીલવામાં રાષ્ટ્રધ્વજ નો ઉપયોગ થઈ શકે નહીં.
*રાષ્ટ્ર ગાન વખતે સિંધુના બદલે સિંધ સહિતના શબ્દો ખોટા બોલે છે સામાન્ય રીતે મહદ્દઅંશે રાષ્ટ્રગીતના ગાન વખતે લોકો દ્વારા તેના શબ્દોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થતું નથી. જેમ કે, ‘સિંધુના બદલે સિંધ’, ‘ઉત્કલના સ્થાને ઉચ્ચછલ’, ‘બંગને બદલે બંગા’, ‘તરંગને સ્થાને તરંગા’ અને ‘ગાહેના બદલે ગાયે’ એવા શબ્દો ગાવામાં આવે છે.  છાત્રોને સાચા શબ્દોના ઉચ્ચારણ સાથે 52 સેકન્ડમાં ગાન કરતા શીખવીએ છીએ. દેશહિતમાં આ કામગીરીને વર્ષોથી કરવામાં આવે છે.

Reporter: admin

Related Post