વડોદરા : રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવેલા રેલ્વે જનરલ મેનેજર સાથે મળેલી બેઠકમાં સાંસદ ડો. હેમાંગ જોષીએ વડોદરાથી પ્રયાગરાજ ટ્રેન ફાળવવાની રજૂઆત કરી હતી. જેને પગલે 17 ફેબ્રુઆરીથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પરથી પ્રયાગરાજની ટ્રેન શરૂ કરવામાં આવશે.
વિશેષ ટ્રેન બુકિંગની પ્રક્રિયા શરૂ થતા જ તેને શ્રદ્ધાળુઓ તરફથી સારો પ્રતિસાદ મળી ચૂક્યો છે. જેથી વધુ એક ટ્રેન મૂકવામાં આવે તેવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ અંગે સાંસદ હેમાંગ જોષીએ જણાવ્યું કે, જીએમ અશોકકુમાર મિશ્રાને રજૂઆત કરતા તેઓએ ટ્રેન ફાળવી છે. શિવરાત્રીએ સીએમને એક ટ્રેન ફાળવવા રજૂઆત કરાઇ છે.
Reporter: admin