News Portal...

Breaking News :

આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં અઢી હજાર ભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કર્યો

2025-01-30 13:25:11
આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં અઢી હજાર ભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કર્યો


વડોદરા : વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશિર્વાદ અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અઢી હજાર હરિભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.


પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી. વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશિર્વાદ અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અઢી હજાર હરિભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ અનેક ઉત્સવો ઉજવીને અનેક ભક્તોને પ્રેમભક્તિમાં રસતરબોળ કર્યા તેમજ શાકોત્સવ,રંગોત્સવ જેવાં ઉત્સવો ઉજવી ભક્તિની હેલી જગાવી હોવાનું આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું. 


મોટી સંખ્યામા ભકતોએ લાભ લીધો હતો. લાલજી મહારાજએ પોતાના અમૃતવચનમા જણાવ્યું હતું કે, સત્સંગનો હેતુ જીવાત્માના કલ્યાણ માટે છે સંપત્તિ ઊભી કરવા માટે નથી. પરંતુ જીવાત્માનો કલ્યાણ માટે અને આત્માના કલ્યાણ માટે છે.આ ઉપરાંત તેમને શાકોત્સવનો મહિમા જણાવ્યો છે.

Reporter: admin

Related Post