અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી પૂનમના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યુંમંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાતઃકાળે મંગળા આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય આરતીનો લાભ લીધો હતો. 'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાતઃકાળે મંગળા આરતી કરવામાં આવીમંદિરનો રંગબેરંગી ફૂલોથી શણગાર દેશ-વિદેશમાં વિખ્યાત આ શક્તિપીઠમાં દૂર-દૂરથી પગપાળા સંઘો પણ આવે છે. ચૈત્રી પુનમને લઇ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
મંદિરના ચાચર ચોક પાસે આવેલી યજ્ઞશાળામાં ભક્તો દ્વારા હવન અને યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે.ચૈત્રી પુનમને લઇ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુંચૈત્રી પૂનમે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવે છે. ત્યારે આજે ખાસ ચૈત્રી પૂનમના વિશેષ દિવસે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ જોવા મળ્યો હતો. ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે.
Reporter: admin