શહેર ક્રાઇમ બ્રાન્ચે દેના ચોકડી થી ગોલ્ડન હાઇવે ચોકડી તરફ જતા રોડ પરથી 95 કિલોથી વધુના પકડાયેલા ગાંજાના જથ્થાના એન.ડી.પી. એસ એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાના કેસમાં નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો .
ઉલ્લેખનીય છે કે આરોપી કેટલાય સમયથી પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેક્નિકલ હ્યુમન રિસોર્સની મદદથી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ હાફિઝ મસ્જિદ પાસેના વેદ ફ્લેટના પહેલા માળે ગાંજાની હેરાફેરીમાં સડોવાયેલો આરોપી નામે મોહમ્મદ સલીમ ઉર્ફે પોપટ અનવર હુસેન મલેક રહે છે મોહમ્મદ સલીમ વિરુદ્ધ ગાંજાની હીરાફેરીને લઈને હરની પોલીસમાં એપ્રિલ મહિનામાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ ફ્લેટમાં પાડીને ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા આ આરોપીને ઝડપી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે ગાંજાની હેરાફેરીમાં આ ઈસમ છેલ્લા કેટલા સમયથી પોલીસને આપીને નાસતો ફરતો હતો.ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હરણી પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
Reporter: News Plus