News Portal...

Breaking News :

હિંમતનગરમાં બર્થડે કેક કાપવાના બહાને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ શિક્ષકનું સગીરા પર દુષ્કર્મ

2025-02-13 11:55:49
હિંમતનગરમાં બર્થડે કેક કાપવાના બહાને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ શિક્ષકનું સગીરા પર દુષ્કર્મ


સાબરકાંઠા: જિલ્લાના શિક્ષણ જગતને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હિંમતનગરની તાલુકા શાળામાં અભ્યાસ કરતી કિશોરી પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. 


આ નરાધમ શિક્ષક બર્થડે કેક કાપવાના બહાને ઇડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ગયો હતો અને જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું છે. આ મામલે કિશોરીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર શાળાના જ શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને શિક્ષક ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય ભણાવે છે. 


શિક્ષક વિદ્યાર્થીનીને બર્થડે કેક કાપવાના બહાને ઇડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં તેણે સતત બે કલાક સુધી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતાં વિદ્યાર્થીની તબિયત લથડી હતી. ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમગ્ર પંથકમાં હાહકાર મચી જવા પામ્યો છે. વાલીઓને પોતાના બાળકોને લઇને અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે.

Reporter: admin

Related Post