News Portal...

Breaking News :

આજવા સરોવરની સપાટી 212.38 ફૂટ પહોંચી

2025-08-31 16:55:32
આજવા સરોવરની સપાટી 212.38 ફૂટ પહોંચી


વડોદરા : ઐતિહાસિક આજવા સરોવરની સપાટીમાં બે દિવસથી વધારો થવાનું ચાલુ થયું છે. આજે બપોરે 4 વાગે આજવા સરોવરની સપાટી 212.38 ફૂટ હતી, ગઈ રાત્રે જ આજવા સરોવરમાં સપાટી 212 ફૂટ વટાવી ગઈ હતી. 


આજવા સરોવરમાં છેલ્લા 24 કલાકમાં 98 મીમી વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ 967 મીમી થયો છે. જ્યારે ધનસરવાવમાં 128 મીમી વરસાદ થયો છે. મોસમનો કુલ વરસાદ 1202 મીમી નોંધાયો છે. પ્રતાપપુરા સરોવરમાં 82 મીમી વરસાદ થયો છે અને સીઝનનો કુલ વરસાદ 1099 મીમી નોંધાયો છે. હાલોલમાં સૌથી વધુ 291 મીમી વરસાદ થતાં મોસમ નો કુલ વરસાદ 1346 મીમી થયો છે. હાલોલમાં થયેલા વરસાદનું પાણી પ્રતાપપુરા સરોવરમાં આવે છે 


પ્રતાપપુરાનું પાણી સીધું વિશ્વામિત્રીમાં આવે છે અને હાલ વિશ્વામિત્રીની જે સપાટી વધી રહી છે તેનું કારણ આ પાણી છે. પ્રતાપપુરામાં હાલનું લેવલ 228.04 ફૂટ છે .આજવામાં પાણી ઠાલવતી આસોજ ફીડર 0.46 મીટર એ ચાલુ છે. આજવાની સપાટી 1 સપ્ટેમ્બર પછી 212. 50 ફૂટ સુધી રાખવામાં આવશે. આમ તો આજવામાં 214 ફૂટ સુધી પાણી ભરી શકાય છે, હાલમાં 62 ગેટ 214 ફૂટના લેવલે સેટ કરેલા છે. આજે બપોરે નદીની સપાટી 11.64 મીટર થઈ હતી.

Reporter: admin

Related Post