News Portal...

Breaking News :

સુપ્રીમ કોર્ટ પ્રશાસને ચંદ્રચુડનો બંગલો ખાલી કરવા માટે પત્ર લખ્યો

2025-07-06 12:06:24
સુપ્રીમ કોર્ટ પ્રશાસને ચંદ્રચુડનો  બંગલો ખાલી કરવા માટે પત્ર લખ્યો


દિલ્હી : સુપ્રીમ કોર્ટ પ્રશાસને કેન્દ્ર સરકારને પૂર્વ ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય ચંદ્રચુડનો બંગલો ખાલી કરવા માટે પત્ર લખ્યો છે. પૂર્વ CJI નિવૃત્તિ પછી પણ આ બંગલામાં રહે છે.

 


સુપ્રીમ કોર્ટ પ્રશાસને પત્રમાં લખ્યું છે કે 'તેમને જે સમયમર્યાદા માટે મંજૂરી આપી હતી તે પૂર્ણ થઈ ગઈ છે.' પત્રમાં બંગલો ખાલી કરીને તેમને કોર્ટના હાઉસિંગ પૂલમાં પરત કરવાનું કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ પત્ર પહેલી જુલાઈના રોજ ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયને મોકલ્યો છે.અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટે પત્રમાં લખ્યું છે કે ડી.વાય ચંદ્રચુડને કોઈપણ વિલંબ વિના બંગલો નંબર પાંચ ખાલી કરવા માટે કહેવામાં આવે. 


આ બંગલામાં રહેવાની તેમની પરવાનગી માટે લંબાવવામાં આવેલી સમયમર્યાદા 21મી મે 2025ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત, 2022 નિયમોના નિયમ 3B હેઠળ આપવામાં આવેલ છ મહિનાનો સમયગાળો 10મી મે 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે' નોંધનીય છે કે, કેન્દ્ર સરકારને લુટિયન્સ દિલ્હીમાં કૃષ્ણ મેનન માર્ગ પર સ્થિત બંગલો નંબર પાંચ તાત્કાલિક ખાલી કરવાની માંગ કરવામાં આવી છે. આ બંગલો સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટના વર્તમાન CJIનું નિવાસસ્થાન છે.

Reporter: admin

Related Post