News Portal...

Breaking News :

દશામાંનાં મઢ ખાતે દશામાંની સાંઢણીની આંખમાંથી વહેતી ઘીની ધારા

2025-08-01 10:45:48
દશામાંનાં મઢ ખાતે દશામાંની સાંઢણીની આંખમાંથી વહેતી ઘીની ધારા


વડોદરા:  શહેર નાં વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશા માં નાં મઢ ખાતે દશા માં ની સાંઢણી ની આંખ માંથી ઘી ની ધારા વહે છે.જે અદભુત ચમત્કાર નાં દર્શન કરવા માટે માઇ ભકતોનો ઘોડા પુર જોવા મળ્યો હતો.




દિન દુઃખિયા નાં દુઃખ દૂર કરતી  દેવી એટલે માં દશા માં નાં  વ્રત નો મહિમા અપરંપાર રહ્યો છે. શ્રદ્ધાળુ માઇ ભકતો પોતાના નિવાસ સ્થાને  માં દશા ની મૂર્તિ ની સ્થાપના કરી ને માતાજી નાં વ્રત ની પૂજા અર્ચના કરી ને ભક્તિભાવનાછલકાવતા હોયછેજ્યારેવડોદરા શહેર નાં  વાઘોડીયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશા માં નું મંદિરઆવેલું છે આ દશામાઁનાં મઢ ખાતે દશા માં નાં વ્રત માં દશા માની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે જ્યાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળે છે .દશા માં ની સાંઢણી ની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે.અને આરતીનાં સમયે સીતા માતા નાં હાથ માંથી કંકુ ઝરતું હોય છે.



આ અદભુત ચમત્કાર નાં દર્શન કરવા માટે માઇ ભક્તો નો ઘોડાપૂર ઉમટી પડતો હોય છે.અને આ અદભૂત ચમત્કાર દર્શન કરી ને માઇ ભકતો પોતાના ને નસીબ દાર માની રહ્યા છે .જ્યારે વાત કરીએ શહેર માં રહેતા એક મહિલા તબીબ પણ આ દશા માં નાં મઢે અદભુત ચમત્કાર નાં દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિ રાજ ને દર્શન કરવા માટે મુંબઈ થી  બોલાવ્યા હતા અને ટ્રેન ટીકીટ પણ કંફરમ થતાં અને માંતાજી નાં ચમત્કાર  નાં દર્શન કરવાનો મોકો મળ્યો તેને તેઓ ચમત્કાર ગણાવ્યો હતો અને હવે થી દર વર્ષે દર્શન કરવા આવશે તેમ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post