સાવલી નગરમાં આવેલ માતા ભાગોળથીયંગબ્લડ સુધીનો રસ્તા પર ગટરોના દુર્ગંધ મારતા પાણી તથા રસ્તો પણ ખખડધજ હાલતમાં જોવા મળ્યો

સાવલી તાલુકાનો રાજ માર્ગ બિસ્માર હાલતમાં ઠેર ઠેર ખાડા રાજના કારણે હવે નગરજનો તથા રહાદારીઓ ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે.સાવલી નગર તથા તાલુકામાં ચોમાસાની હજી એન્ટ્રી જ થઈ છે તેમાં તો રોડે આર.એન્ડ.બી. વિભાગ અને સાવલી નગરપાલિકાની પોલ ખોલી..સાવલી પોલીસ સ્ટેશન થી લઇ પોઇચા ચોકડી સાવલી ભાદરવા ચોકડી થી વળી તળાવ સુધીનો મુખ્ય માર્ગ પર મસ મોટા ખાડા જ ખાડા

આર.એન્ડ.બી વિભાગ ઘોર નિદ્રામાં હોઈ તેવું રોડની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે.ટ્રાફિક થી ધસમસતો અને રોજનાં હજારો માલ વાહક વાહનો થી વ્યસ્ત રોડ પર ખાડા રાજ...સાવલી તાલુકાને વડોદરા , પંચમહાલ, મહીસાગર જિલ્લાને જોડતો મુખ્ય માર્ગની હાલત દયનીય..રોડ ઉપર પડેલ ઊંડા ખાડા કોઈ નિર્દોષ રાહ દારી નો જીવ લેશે તો જવાબદાર કોણ

Reporter: admin







