News Portal...

Breaking News :

વડોદરાનું આકાશ એરફોર્સના ફાઇટર પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યું

2025-01-22 16:05:43
વડોદરાનું આકાશ એરફોર્સના ફાઇટર પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યું



વડોદરા : શહેરનું આકાશ એરફોર્સના ફાઇટર પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. શહેરના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ઉપર ઇન્ડિયન એરફોર્સ દ્વારા એર શોનું  આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અને ઇન્ડિયન એરફોર્સની સ્થાપનાને 90 વર્ષના સમન્વયે એર શોનું આયોજન કરાયું હતું. સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા દિલ ધડક એર શો યોજવામાં આવ્યો હતો. સૂર્યકિરણના 9 ફાઈટર પ્લેનમાંથી 8 ફાઇટર પ્લેને વડોદરાનું ગગન ગજવ્યું હતું. 4 વર્ષ બાદ ફરી વડોદરા વાસીઓને દિલધડક આકાશી નજારો નિહાળવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એર શો જોવા માટે ઉપસ્થિત રહ્યા હતાં.



સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક કરતબો ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં ભારતીય હવાઈ દળના સૂર્યકિરણ ફાઈટર વિમાનોનો એર શો ( Air show in Vadodara )યોજાયો હતો. જે બાદ આજે ફરી એકવાર એર શો સફળતાપૂર્વક યોજાયો હતો. નોંધનીય છે કે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. તેની સ્થાપના 1996માં થઈ હતી. શરૂઆતમાં આ ટીમ કિરણ નામના પ્રમાણમાં ધીમી ગતિના ટ્રેનર જેટ વિમાનો સાથે 2011 સુધી એર શો કરતી હતી. સૂર્યકિરણ ટીમને 2011 બાદ વિખેરી નાંખવામાં આવી હતી અને 2017માં તેનુ ફરી ગઠન કરવામાં આવ્યુ હતુ . વર્ષ 2017થી સૂર્યકિરણ ટીમ હોક એમકે-132 નામના એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે


આ ઍર શો ફરી વડોદરાવાસીઓને નિહાળવાની તક મળી હતી.સૂર્યકિરણ ટીમના ગ્રુપ કેપ્ટન શું કહે છેઆ અંગે સૂર્યકિરણ ટીમના ફ્લાઇટ લેફ્ટનન્ટ રિદ્ધિમાંએ જણાવ્યું હતું કે આજે જે કરતબ કરશે તે ઇન્ડિયન એરફોર્સની રોબિટીક ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમમાં 9 ફાઇટર પ્લેન છે અને દુનિયામાં માત્ર 3 થી 4 રોબિટીક ટીમ છે. આ ટીમ અમદાવાદ ટેકઓફ બાદ 18 થી 20 મિનિટમાં અહીં પહોંચી હતી.

Reporter: admin

Related Post