ભારતીય સેના એ ભારતનું હૃદય છે.તેઓ તેમના પરિવારથી દૂર રહીને સરહદો પર આપણી સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહે છે જેને કારણે આપણે ઘરોમાં સુરક્ષિત રહી શકીએ છીએ.

ત્યારે વડોદરાની સામાજીક સંસ્થાની બહેનો એ"રક્ષા ફોર સુરક્ષા જવાન"ના નેજા હેઠળ સરહદ પરના જવાનોને રક્ષા, ચોકલેટ્સ અને શુભેચ્છા મેસેજના કાર્ડસ મોકલ્યા છે.જેને કારણે આપણે ઘરોમાં સુરક્ષિત રહી શકીએ છે તે ભારતીય સૈન્યના જવાનો માટે રક્ષાસૂત્ર મોકલવા માટે વડોદરાની બહેનો તત્પર છે. ત્યારે ઓપરેશ સિંદૂરની સફળતા બાદ રક્ષાબંધનના દિવસે સરહદ પરના જવાનોજે તેમના પરિવાર અને માતા અને બહેનોથી દૂર છે.

તેમના માટે વડોદરાની ખાનગી સંસ્થાની બહેનોએ તેમની કલાઈ પર તેમને સુરક્ષિત રાખવા માટે રક્ષા સૂત્ર મોકલ્યા છે. 3200 જેટલી રાખડીઓ, તેમની વીરતાને બિરદાવતા અને કૃતજ્ઞતાની નોંધ દર્શાવતા શુભેચ્છા મેસેજ ના કાર્ડ અને ચોકલેટસ મોકલી છે. જેથી રક્ષાબંધનના પર્વને તેઓ પરિવાર થી દૂર રહીને પણ માણી શકે.





Reporter: admin







