News Portal...

Breaking News :

સાવલીમાં ધર્મ રક્ષા સમિતિ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની સાતમી રથયાત્રા નીકળી

2025-06-27 17:26:16
સાવલીમાં ધર્મ રક્ષા સમિતિ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની સાતમી રથયાત્રા નીકળી


જય રણછોડ માખણ ચોર જેવા ગગનભેદી નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું. મોટી માત્રામાં ભાવિ ભક્તો જોડાયા. રથયાત્રામાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને ઓપરેશન સિંદૂર નો ટેબલો પ્રદર્શિત કર્યો હતો. 


ભગવાન જગન્નાથજીની રથયાત્રા જાવલા રોડ પર આવેલ ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી જ્યારે નગર ચચૉએ નીકળ્યા હોય ત્યારે ભક્તો પણ પોતાના ભક્તિમય વાતાવરણમાં ભજન કીર્તન કરી ભગવાન જગન્નાથજીના વધામણા લીધા હતા. સાથે મગ તથા જાંબુનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો.


સાવલી નગરના વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. સાંજે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Reporter:

Related Post