ડો. ડી.ડી. કાપડિયાએ આકસ્મિક નિરીક્ષણ મુલાકાત વેળા બાળકો સાથે સંવેદનાસભર સંવાદ પણ સાધ્યો
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ ડો. ડી.ડી. કાપડિયાએ તાજેતરમાં વડોદરામાં આવેલી બાળસંભાળ ગૃહ ‘બાળ ગોકુલમ’ની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ સંસ્થા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ ખૂબ સારી રીતે સંચાલિત કરવામાં આવી રહી છે.સચિવએ મુલાકાત દરમિયાન સંસ્થામાં જોવા મળેલી ઉચ્ચ સ્તરની સ્વચ્છતા, ગુણવત્તાસભર રસોડાની વ્યવસ્થા અને અનાજના સંગ્રહ માટેની વ્યવસ્થાની ખાસ પ્રશંસા કરી હતી.
તેમણે બાળકો સાથે સંવેદનાસભર વાતચીત પણ કરી હતી તેમજ તેમના ભોજન, રહેવાની સુવિધા, શિક્ષણ અને રમતો જેવી સુવિધાઓથી તેઓ ખૂબ સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું.સચિવએ વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાનો સ્ટાફ ખૂબ જ ઉત્સાહી અને પોતાની ફરજો પ્રત્યે સજાગ છે, જે પ્રશંસાને પાત્ર છે.આ મુલાકાત દરમિયાન વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા, પ્રોબેશન અધિકારી રિતેશ ગુપ્તા અને સંસ્થાના અધિક્ષક ધ્રુમિલ દોશી પણ હાજર રહ્યા હતા.
Reporter:







