News Portal...

Breaking News :

બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્રને કેન્દ્રમાં રાખીને નારી વંદન સપ્તાહના બીજા દિવસની ઉજવણી કરાઈ

2024-08-02 17:51:50
બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્રને કેન્દ્રમાં રાખીને નારી વંદન સપ્તાહના બીજા દિવસની ઉજવણી કરાઈ


સ્ત્રી શક્તિને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલા નારી વંદન ઉત્સવ સપ્તાહના બીજા દિવસની બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્ર અંતર્ગત વડોદરાની સંગમ વિસ્તારની બાળ ભારતી શાળા અને સ્વામી વિવેકાનંદ શાળા તથા બાળ ગોકુળમ્ સંસ્થા ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા અને બાળ ભારતી વિદ્યાલયના કુલ ૧૨૦ બાળકોને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા ગુડ ટચ બેડ ટચ વિષય ઉપર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્ય સરકાર દ્વારા બાળકો અને બાલિકાઓ માટે અમલમાં મુકાયેલ યોજનાઓ સહિત કાયદાકીય બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. 


કારેલીબાગ સ્થિત બાળ ગોકુળમ્ સંસ્થા ખાતે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને તેમના અધિકારો, POCSO એક્ટ, બાળ લગ્ન અધિનિયમ સહિત યોજનાકીય અને કાયદાકીય બાબતો વિશે જાણકારી આપવામાં આવી હતી.બેટી બચાઓ બેટી પઢાઓ થીમ પર આધારિત આ ઉજવણીમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીના કર્મયોગીગણ, શાળાના આચાર્યો, PBSC કાઉન્સેલર, બાળ ગોકુળમ્ સંસ્થાના અધિક્ષક, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવારિંગ વિમેનના કર્મયોગી ગણ અને શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા

Reporter: admin

Related Post