વિદ્યામંદિર શાળાના સંચાલકો શિક્ષણ અધિકારીને પણ ગાંઠતા નથી કે પછી શિક્ષણ અધિકારીની પણ મિલીભગત ?
ગેરકાયદેસર ત્રીજો માળ,ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસ,ગેરકાયદેસર વાપર ઉપયોગ અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં છતા ટી.ડી.ઓ પરીમલ પટણી અને શિક્ષણ વિભાગ બેફિકર...

વિદ્યામંદિર શાળાની તમામ ગેરરીતી
પાલિકાના બાંધકામ પરવાનગીના અધિકારીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને સંપુર્ણ જાણ હોવા છતા મૌન કેમ ? એ પણ પુરી શંકા ઉપજાવે છે.
વાલીઓમાં ભારેલો અગ્નિ.....
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર શાળાની બેદરકારી હવે ખુલ્લી પડી છે. અને તમામ ગેરરીતી ઉજાગર થઈ ગઈ છે. શાળા સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિનિયમને અવગણીને ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખેલ છે. બાંધકામ પરવાનગી શાખાની સાથે મેળાપીપણામાં ગેરકાયદેસર ત્રીજો માળ બાંધવામાં આવ્યો છે. અને તેમાં સીધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વધુ ચોંકાવનારી વાત એ છે. શિક્ષણ વિભાગનો પતિબંધ હોવા છતા શાળાની અંદર જ ગેરકાયદેસર રીતે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે, જે શિક્ષણની નીતિના નિયમોને ખુલ્લેઆમ પડકાર આપે છે.શિક્ષણ વિભાગના નિયમ વિરુદ્ધ ચાલુ ટ્યુશન ક્લાસીસનો સમય પ્રારંભે શાળા સંચાલકો દ્વારા સમય શાળા છૂટ્યા બાદ સાંજે ૫ થી ૭ રાખવામાં આવ્યો હતો, પરંતુ શિક્ષણ વિભાગના નિયમ વિરુદ્ધ ચાલતા ટ્યુશન ક્લાસીસનો ભાંડો ન ફૂટે તે માટે હવે ટ્યુશનનો સમય બપોરે ૩ થી ૫ રાખવામાં આવ્યો છે. ખાનગી ટ્યુશન ક્લાસીસના સર્કુલર ગ્રુપમાં મેસેજ છોડીને ટ્યુશન ક્લાસીસના ટાઈમની તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જાણ કરવામાં આવી છે. જેનાથી સ્પષ્ટ ચિત્ર શાળા સંચાલકોના ગેરકાયદેસર હોવાના પુરાવા સામે આવ્યા છે.બીજી તરફ નિયમોને અવગણીને શાળાની અંદર જ ટ્યુશન ચલાવીને વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાને લૂંટવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર બાંધવામા આવેલ ત્રિજા માળ પર જવા માટે વિદ્યાર્થીઓને લોખંડની સીડીનો ઉપયોગ કરાવવામાં આવે છે, જે ક્યારેય પણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. વાલીઓનો પ્રશ્ન છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ રહેશે – શાળા સંચાલકો, પાલિકાના અધિકારીઓ કે જિલ્લા શિક્ષણ અધિકારી?આ સમગ્ર મામલે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને તથા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ ને સંપુર્ણ જાણ હોવા છતાં માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, કડક પગલાં લેવામાં આવતા નથી. શાળા સંચાલકો સામે કયા રાજકીય દબાણ હેઠળ તંત્ર મૌન છે તે સવાલ હવે વાલીઓ ઉઠાવી રહ્યા છે.
વિદ્યામંદિર શાળાની ગેરરીતિઓએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે હવે જીવ પણ જોખમમાં મૂક્યો છે, પણ જવાબદારી લેવાનું કોઈ તૈયાર નથી.
શાળા એ વિદ્યામંદિર તરીકે વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ અને સંસ્કાર સિંચવાનુ મંદિર છે.પરંતુ વિદ્યામંદિર શાળા ના સંચાલક તો પોતેજ ગેરરીતીમા ગળાડુબ છે. તો વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ અને સંસ્કાર ક્યાંથી આપી શકશે? વાડ જ ચીભડા ગળે તો શું થાય....ભ્રષ્ટ ટીડીઓ અને ડીઈઓ ની મિલીભગતથી ચાલતી ગોત્રીની વિદ્યામંદિર સ્કૂલ ઉપર પગલા ક્યારે ? સ્કૂલ સંચાલકને કયા નેતાનું બેકિંગ ?
Reporter: admin







