News Portal...

Breaking News :

અંબાજીમાં આસો નવરાત્રીની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં.

2025-12-24 18:09:11
અંબાજીમાં આસો નવરાત્રીની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં.

અમદાવાદ : ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 


વર્ષોથી ચાલી આવતી પરંપરા અને કાનૂની વિવાદનો અંત લાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આસો નવરાત્રીની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે.બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. 


દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા.

Reporter: admin

Related Post