News Portal...

Breaking News :

શહેરના રાત્રી બજાર નજીક આવેલા મંગલ પાંડે રોડ પર બપોરના સમયે લૂંટની ઘટના

2024-05-13 19:20:05
શહેરના રાત્રી બજાર નજીક આવેલા મંગલ પાંડે રોડ પર બપોરના સમયે લૂંટની ઘટના

વડોદરા શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપી બાઇક પર સવાર બે લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પરંતુ લેબર કોન્ટ્રાક્ટર વારંવાર સ્ટેટમેન્ટ બદલતો હોય અને ઘટના બન્યાના ત્રણ કલાક બાદ હોસ્પિટલમાં દાખલ થયો અને મોડે મોડે પોલીસને બનાવની જાણ કરતા અનેક શંકાઓ ઉપજવી રહીં છે. જેથી પોલીસેે આ મામલે ઉલટ તપાસ પણ શરૂ કરી છે.

બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના રાત્રી બજાર નજીક આવેલા મંગલ પાંડે રોડ પર બપોરના સમયે લૂંટની ઘટના બનવા પામી છે. જેમાં બાઇક પર સવાર બે લૂંટારૂઓએ એક શખ્સને ચાકુના ઘા ઝીંકી રૂ. 9 લાખ ઉપરાંતની રકમની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

જોકે આ મામલે એવી પણ જાણકારી મળી રહીં છે કે, બપોરે અઢી વાગ્યાની આસપાસ વિક્રમ રાઠવા નામનો શખ્સ પોતે લેબર કોન્ટ્રાક્ટર હોવાનુ જાણવા મળ્યું છે.

 વડોદરા શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપી બાઇક પર સવાર બે લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પરંતુ લેબર કોન્ટ્રાક્ટર વારંવાર સ્ટેટમેન્ટ બદલતો હોય અને ઘટના બન્યાના ત્રણ કલાક બાદ હોસ્પિટલમાં દાખલ થયો અને મોડે મોડે પોલીસને બનાવની જાણ કરતા અનેક શંકાઓ ઉપજવી રહીં છે. જેથી પોલીસેે આ મામલે ઉલટ તપાસ પણ શરૂ કરી છે.

બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના રાત્રી બજાર નજીક આવેલા મંગલ પાંડે રોડ પર બપોરના સમયે લૂંટની ઘટના બની છે. 

જેમાં બાઇક પર સવાર બે લૂંટારૂઓએ એક શખ્સને ચાકુના ઘા ઝીંકી રૂ. 9 લાખ ઉપરાંતની રકમની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

જોકે આ મામલે એવી પણ જાણકારી મળી રહીં છે કે, બપોરે અઢી વાગ્યાની આસપાસ વિક્રમ રાઠવા નામનો શખ્સ પોતે લેબર કોન્ટ્રાક્ટર હોવાનુ જાણવા મળી રહ્યું છે અને આ શખ્સ કારેલીબાદ વી.આઇ.પી રોડથી રોકડ રકમ ઉપાડી છાણી સ્થિત તેની સાઇટ પર મજુરોનો પગાર કરવા માટે જઇ રહ્યો હતો. દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ મંગલ પાડે રોડ પાસે આવી ચાકુના ઘા ઝીંકી રૂ. 9.75 લાખ લૂંટી ફરાર થઇ ગયા હતા.

ત્યાર બાદ વિક્રમ છાણી સ્થિત પોતાની સાઇટ પર ગયો અને અંદાજીત ત્રણ કલાક બાદ તેના જીજાજી સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો. જોકે તેનુ એવુ પણ કહેવું છે કે, બાઇક પર આવેલા લૂંટારૂ તેનો મોબાઇલ પણ લઇ ગયા હોવાથી તે પોલીસને ઘટનાની જાણ ન કરી શક્યો હતો.

જોકે પોલીસને વિક્રમની વાત પર શંકાશીલ જણાતા તેની ઉલટ તપાસ પણ કરવામાં આવી રહીં છે. કારણ કે, આટલી મોટી રકમની લૂંટ થઇ હોવા છતાં પોલીસને મોડે મોડે ઘટનાની જાણ કરવામાં આવી અને ચોક્કસ કેટલી રકમની લૂંટ થઇ તે અંગે પણ વિક્રમ રાઠવા તેના સ્ટેટમેન્ટ બદલતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post