વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે ફ્રૂટ લારીધારક ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારાઓ બેફામ બની ગયા છે પોલીસનો ડર નહીં રહ્યો તેવું દેખાઈ રહ્યું છે.
શહેરના ભરચક એવા રાજમહેલ રોડ વિસ્તારમાં ફ્રુટ ની લારી ચલાવતા વહેલી સવારે ખંડેરાવ માર્કેટ ખાતે પોતાના ધંધા માટે ફ્રુટ લેવા નીકળ્યો હતો તે દરમિયાન ત્રણ બાઈક સવાર શખ્સો નજીક ઉભા રહ્યા હતા તેમાંથી એક કુદરતી હજરત કરવા ગયો હતો તે આવ્યા બાદ તેમાંથી એકે ફ્રુટ લારી-દરકના માથા ઉપર ડંડા વડે હુમલો કરવાનું શરૂ કરતાં બીજા શકશે તેના પાસે રોકડ રકમ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બન્યો ત્યારે ઇજાગ્રસ્ત ફ્રુટ લારી ધારક જમીન ઉપર ગબડી પડ્યો હતો લોક ટોળા ઉમટી પડતા 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતા ની સાથે જ રાવપુરા પોલીસ એક્શનમાં આવી ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ એસએજી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત ફ્રુટ લારીધારક દ્વારા નું નિવેદન લઈ ગુનાની વધુ તજવીજ હાથધરી હતી. બનાવ જગ્યાએ બન્યો તેના આજુબાજુ સીસીટીવી ના આધારે પોલીસે તપાસ દોર શરૂ કર્યો છે
Reporter: News Plus