શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિ - મોન્સૂનની કામગીરી તદ્દન ફેલ થઈ છે. તેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે. શહેરમાં થોડાક વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે.
શહેરના વોર્ડ નંબર ૧૩ માં સત્યદેવ ક્વોટરથી વિહાર ટોકીઝ જતા રસ્તા પર એકાદ ઇંચ વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે. છ મહિના અગાઉ આ રસ્તા પર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.એ રોડ ને કામગીરીના લીધે તમામ ડામર વરસાદી કાંસોમાં જતું રહ્યું છે. એના લીધે પાણી જતું અટકી ગયું છે.
શહેરમાં કદાચ આટલા નાના રસ્તા પર 14 કેચપીટો આવેલી છે. તેમ છતાં પાણી ઓસરતું નથી.પ્રી મોનસુની કામગીરી વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં કરવામાં આવી નથી અને એન્જિનિયરોના અનગઢ વહીવટના કારણે 13 નંબરના વો ર્ડમાં પાણી ભરાઈ જાય છે તેના લીધે ત્યાંના નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 13 ના કર્મશીલ નગરસેવક બાળુ સુર્વે એ તંત્ર ની ઝાટકણી કાઢી હતી
Reporter: admin