અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ ગુજરાતને જીતવા કોંગ્રેસ અને આપે કમર કસી છે, ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી-નેતાઓએ પણ એક પગ દિલ્હીમાં અને એક પગ ગુજરાતમાં રાખ્યો છે. આ બધીય રાજકીય પરિસ્થીતિ ને જોતાં ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ જાણે ગુજરાતના આંટા ફેરા વધાર્યા છે. ગુજરાત રાષ્ટ્રીય પક્ષોના નિશાને રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીને આડે હજુ ઘણો સમય બાકી છે, પણ આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે અત્યારથી જ ગુજરાત વિપક્ષના નિશાને રહ્યું છે.
રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણી જીતવા ગુજરાત પર વધુ ધ્યાન આપ્યું
આ તરફ ખુદ રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણી જીતવા ગુજરાત પર વધુ ધ્યાન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં રાહુલ ગાંધીએ 5 વખત ગુજરાતની મુલાકાત લીધી છે. આજે તેઓ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે, તોએ પ્રશિક્ષણ શિબિરમાં જીલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે.સૌરાષ્ટ્રની ગ્રામ્ય વિસ્તારની બેઠકો કબજે કરવાની ગણતરી સાથે કોંગ્રેસ સક્રિય બની છે. આ તરફ વડાપ્રધાન મોદીનું પણ સૌરાષ્ટ્ર જ લક્ષ્ય રહ્યું છે. આ જોતાં તેઓ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કરોડો રૂપિયાના કામોની ભેટ આપશે, વડાપ્રધાનની વિદાય પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.
આપના સંજય સિહની ખાસ મુલાકાત
વિસાવદરની બેઠક જીત્યા બાદ આપને નવું ઓક્સિજન મળ્યું છે. ઘેડની સમસ્યાને ઉજાગર કરી સૌરાષ્ટ્રવાસીઓની સહાનુભૂતિ જીતવા આપના સાંસદ સંજય સિંહ ગુજરાતમાં આવ્યા છે.
Reporter: admin







