News Portal...

Breaking News :

રસ્તાની દુરસ્તી બાબતે હવે જવાબદારી શહેર સંગઠન ઉપર આવી

2025-11-18 11:15:29
રસ્તાની દુરસ્તી બાબતે હવે જવાબદારી શહેર સંગઠન ઉપર આવી


મેયર,ચેરમેન,કમિશનર ડે.કમિશનર,કાર્યપાલક ઇજનેરોની ફોજ,સીટી એન્જિનિયર રસ્તાની કામગીરીમાં સદંતર ફેઈલ..
મુખ્યમંત્રીના આદેશ પછી પણ સ્થાનિક તંત્ર,રસ્તાની ક્વોલિટી કામગીરીમાં કાચું પડે છે...
પાલિકાનાં અખતરા ઉપર અખતરા
પાલિકાના અધિકારીઓ માત્ર ટેન્ડર, દરખાસ્ત, ઠરાવ,વર્ક ઓર્ડરની કામગીરી, પોતાનાં સેટિંગ સાથે કરવામાં માહેર છે. પછી સુપરવિઝનની ઐસી-તૈસી..



સાવધાન: શહેર પ્રમુખ પણ જો ફેઈલ જશે તો કમલમ્ માંથી પ્રદેશ સંગઠનની ટીમ કે ગાંધીનગર પ્રભારી મંત્રીની ટીમની પણ અચાનક પધરામણી થઈ શકે છે
મુખ્યમંત્રી ના કડક આદેશ બાદ શહેર સંગઠનને મેદાનમાં આવવાની ફરજ પડી હતી. શહેરના રસ્તાના કામોની સમીક્ષા માટે આજે શહેર પ્રમુખ ડો જય પ્રકાશ સોનીએ તમામ કોર્પોરેટરોને વીડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. શહેર નમો કાર્યાલય દ્વારા યોજાયેલી આ બેઠકમાં શરૂઆતમાં સ્વાગત ભાષણ એવી વ્યક્તિએ કર્યું હતું, જેના નામ ભ્રષ્ટાચારના એફોર્ડેબલ હાઉસિંગ કેસમાં જોડાયાનું સામે આવ્યું હતું. બાદમાં શહેર પ્રમુખ ડો. સોનીએ તમામ કોર્પોરેટરોને તેમના વિસ્તારના રસ્તા સહિતના ચાલી રહેલા કામોની સમીક્ષા કરવા તથા નવા બનેલા રસ્તાઓની ગુણવત્તા તપાસવાની સૂચના આપી હતી. અને રિપોર્ટ કરવાની સૂચના આપી હતી.

આજની બેઠકમાં મેયર અને ચેરમેનને પણ તેમના વિસ્તારના રસ્તાના કામોની સમીક્ષા કરવા જણાવાયું હતું.



કોર્પોરેશન મુખ્યમંત્રીની સૂચનાને પણ ઘોળીને પી ગયું  
અટલાદરામાં તાજેતરમાં બનેલા રસ્તા પર પોપડા ઊખડી જવાના મામલે સામે મુદ્દો થયો હતો. ત્યારબાદ કોર્પોરેશનના સત્તાધીશો રાજ ઇન્ફ્રાસ્ટ્રકચર પર માત્ર ચાર લાખ રૂપિયાનો મામૂલી દંડ ફટકારી સંતોષ માન્યો હતો. સવાલ એ છે કે કોર્પોરેશન રાજ ઇન્ફ્રા પર એટલું મહેરબાન કેમ છે? મુખ્યમંત્રી જ્યારે હલકી ગુણવત્તાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી અને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપે છે, ત્યારે કોર્પોરેશનના સત્તાધીશો ફક્ત ટોકન દંડ કરી મુખ્યમંત્રીની સૂચનાને પણ અવગણે છે.  

રાજ ઇન્ફ્રા દ્વારા કરાયેલા તમામ કામોનું સ્થળ નિરીક્ષણ ફરજિયાત  
અટલાદરામાં બેદરકારીપૂર્વક બનાવેલા રોડના પોપડા ઉખડી જવાના બનાવે સાબિત કર્યું છે કે રાજ ઇન્ફ્રાસ્ટ્રકચર હલકી કક્ષાનું કામ કરે છે. તેથી શહેરમાં રાજ ઇન્ફ્રા દ્વારા કરાયેલા તમામ રોડ અને અન્ય વિકાસ કામોની સ્થળ સમીક્ષા કરવી જરૂરી બની ગઈ છે. ભ્રષ્ટાચાર અને મિલિભાગત ધરાવતા આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તો અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ ભય ફેલાશે અને કામની ગુણવત્તા સુધરશે.

Reporter: admin

Related Post