વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટીમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. રેક્ટરે 47 જેટલા વિદ્યાર્થીઓની 31,90,000 /- ફીની ઉચાપત કરતા વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો બનાવ બન્યો છે. જેમાં સરદાર ભવન હોસ્ટેલના બી-પાંચ અંગે છઠ્ઠા માળના રેક્ટર પવન બાબુલાલ તંવરે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની ફી પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી. એટલું જ નહિ તા.27/2/24 થી 7/7/24 સુધી 47 જેટલા વિદ્યાર્થીઓની 31,90,000/- ફીની ઉચાપત કરી હોવાનો પણ ભાંડો ફૂટ્યો.યુનિવર્સિટીના એકાઉન્ટમાં ફી જમા નહીં કરાવી પોતાના અંગત ખાતા અને અન્ય વિદ્યાર્થીના ખાતામાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મંથન ગોવિંદભાઈ પટેલના ખાતામાં મોટાભાગની ફીની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી વાપરી નાખી હતી.આ મામલે પારુલ યુનિવર્સિટીએ રેક્ટર પવન બાબુલાલ તંવર અને વિદ્યાર્થી મંથન ગોવિંદભાઈ પટેલ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. યુનિવર્સિટી કેમ્પસ સરદાર ભવન હોસ્ટેલના રેક્ટર તરીકે ફરજ બજાવતા પવન તંવર ફરાર થઇ ગયો છે. પવન તંવર હરિયાણાનો રહેવાસી હોવાથી પોલીસને પવન લાહોર (હરિયાણા) ભાગી ગયાની આશંકા છે.
Reporter: News Plus