વુડાની હદમાં ફાયર એન ઓ સી વગર ફટાકડાના ગોડાઉનો ધમધીમી રહ્યા છૅ.
બનાસકાંઠાના ડીસામાં મંગળવારે ભ્રષ્ટ અને લાપરવાહ ફેક્ટરી માલિક તથા ભ્રષ્ટ સરકારી તંત્રના પાપે 21 નિર્દોષ મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાના વુડાની હદ માં પણ અનેક સ્થળે ધમધમી રહેલા ફટાકડાના ગોડાઉનો અને વેરહાઉસોમાં બિન અનુભવી ચીફ ફાયર ઓફિસર મનોજ કુમાર પાટીલ તપાસ કરાવશે ખરા તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.
કોર્પોરેશન કમિશનરે પોતાની મનમરજીથી બિનઅનુભવી અને લાયકાત વગરના ચીફ ફાયર ઓફિસરની નિમણુક તો કરી દીધી પણ હવે ખરેખર ચીફ ફાયર ઓફિસરની અગ્નિપરીક્ષા શરુ થાય છે. ચીફ ફાયર ઓફિસર માટે આ પરીક્ષા અઘરી સાબિત થવાની છે કારણ કે તેમની પાસે આવો કોઇ જ અનુભવ નથી. તેઓ ભલામણ અને લાગવગના ધોરણે ગોઠવાઇ તો ગયા છે પણ હવે કામગિરી શું કરવી તે પ્રશ્ન તેમને સતાવતો હશે. કારણ કે ડીસા બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે આખા રાજ્યમાં રહેલા ફટાકડાના ગોડાઉનો અને વેરહાઉસની કડક તપાસ કરવાની સૂચના આપી છે.
ફટાકડાના વેપારીઓએ તથા ફટાકડાનું ઉત્પાદન કરનારાઓ એજરુરી લાયસન્સ લીધેલું છે કે નહી તથા ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ તેની તપાસ કરવાની સૂચના અપાઇ છે . જો કે ડીસાની ઘટના પછી શહેરનો ફાયર વિભાગ ઉંઘતો ઝડપાયો છે. વુડાની હદમાં ચાલતા ગેરકાયદેસરના ફટાકડાના ગોડાઉનો તથા દિવાળીપુરા અને ઉંડેરા તથા સેગુવાડામાં આવેલા 5થી 6 વેરહાઉસની તપાસ હજું કરાઇ નથી. આ ગોડાઉનો અને વેરહાઉસમાં 200થી 300 ટન માલ ભરેલો હોય છે અને તપાસ કરવામાં આવે તો આવા અનેક ગોડાઉનો શહેર જિલ્લા માં છે. આ ગોડાઉન ગેરકાયદેસર ધમધમી રહ્યા છે. ત્યાં કોઇ ફાયર સિસ્ટમ નથી કે કોઇ અરજી કરાઇ નથી કે કોઇ જ લાયસન્સ પણ મેળવાયું નથી. ત્યારે પ્રશ્ન એ છે કે શહેરના બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર તપાસ કરશે ખરા,
Reporter: admin