News Portal...

Breaking News :

કાયદાનું પાલન કરાવનારા જ, કાયદાનો ભંગ કરતા પકડાયા હતા

2025-04-03 10:35:43
કાયદાનું પાલન કરાવનારા જ, કાયદાનો ભંગ કરતા પકડાયા હતા


પાલિકાના ઉચ્ચ અધિકારીઓ હોય કે નામાંકિત બિલ્ડર હોય કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ..... 
જે કેસમાં સરકારી અધિકારીઓની સંડોવણી હોય કે વગવાળા બિલ્ડરોની સંડોવણી હોય, તેવા કેસનો નિકાલ અન્ય કેસ કરતા ઝડપથી નિકાલ થવો જોઈએ. તેને બદલે વર્ષો સુધી ટ્રાયલ પૂરી થતી નથી.*હાઈલાઈટ કરવું 



આરોપી અધિકારીઓ પાલિકામાં ફરજ બજાવે છે અને કેટલાક પેન્શન ખાય છે પણ 
શહેરનાં વિશ્વામિત્રી નદીના કિનારે બનાવાયેલા વિવાદાસ્પદ  મોલના સંચાલકો સામે તથા પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે જીપીસીબીએ 8 વર્ષ પહેલાં ક્રિમીનલ ફરિયાદ કરી હતી પણ નવાઇની વાત એ છે કે પાલિકામાં હાજર અને કેટલાક પેન્શન ખાઇ રહેલા અધિકારી આરોપીઓ હજુ સુધી મળતા નથી !! મળેલી માહિતી મુજબ વિવાદીત મોલના સંચાલકો તથા કોર્પોરેશનના અધિકારીઓ સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 2017માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં કોર્પોરેશનના તે વખતના એડિ. સિટી એન્જિનીયર એફ.જે.ચારપોટ, કાર્યપાલક ઇજનેર સીમ્પી, કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવા તથા ડે.કાર્યપાલક ઇજનેર નરેન્દ્ર રબારી તથા મહેશ મહાલા અને અગોરા મોલના સ્વ.આશિષ શાહ તથા લોમેશ શાહ અને માનવ ઇન્ફ્રાસ્ટ્રકચરને આરોપી તરીકે દર્શાવામાં આવ્યા હતા. આ કેસમાં 12 આરોપી છે. તે વખતે એન્વાયરર્મેન્ટ એક્ટ 1986ની સેક્શન 15, 16 અને 19 હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જો કે હવે આશ્ચર્યની વાત એ છે કે આ કેસના આ આરોપીઓ હજુ સુધી મળી આવતા નથી અને કોર્ટમાં હાજર પણ થતા નથી. કાર્યપાલક ઇજનેર પાલિકામાં ફરજ બજાવતા હશે પણ કોર્ટમાં હાજર થતા નથી. કેટલાક અધિકારી /આરોપીઓ તો પેન્શન ખાય છે. તો કેટલાક હજુ પણ પાલિકામાં ફરજ બજાવે છે. આશિષ શાહનું મૃત્યું થયું છે. પાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ મળી આવતા નથી તે આશ્ચર્યકારક છે. આ કેસમાં 27-03-2017 ના રોજ પહેલી સુનાવણી યોજાઇ હતી. અને છેલ્લા 8 વર્ષથી આરોપી મળી જ આવતા નથી. ફરિયાદી આ આરોપીઓને શોધી રહ્યા છે તો કેટલાક કહેવાતા આરોપી હાજર જ થયા નથી અને મળી આવતા નથી.



આ મામલે કોર્પોરેશનના એક લીગલ એડ્વાઇઝરે કહ્યું હતું કે આ ફરિયાદ કોર્ટમાં કરેલી પ્રાઇવેટ ફરિયાદ છે અને તેમાં કોર્ટ પ્રક્રિયા હજુ ચાલુ છે. પ્રક્રિયા ચાલશે અને ટ્રાયલ ચાલશે ત્યારે આરોપીઓ કોર્ટમાં હાજર થશે. 
છેલ્લા 8 વર્ષથી અગોરા મોલ વિવાદમાં છે
ઉલ્લેખનીય છે કે બાલાજી કન્સ્ટ્રકશને નવ વર્ષ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સમા સંજય નગર સ્લમ પુનર્વસન યોજના લોક ભાગીદારીથી કરવા કામ હાથ પર લીધું હતું. જેમાં કોમર્શિયલ અને રહેણાક બાંધકામની કામગીરી શરૂ કરતાં જ તેના નામે છેલ્લા આઠ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. વિશ્વામિત્રી નદીના કિનારે પ્રોજેક્ટ કરનાર દ્વારા દબાણ કરાયાના આક્ષેપો સાથે વિવાદ થયો હતો. જોકે શરૂઆતથી અગોરા વિવાદમાં છૅ. વડોદરામાં ત્રણ વખત પૂર આવતા નદી કાંઠા પરના દબાણો તોડવાની માગણી પણ ઉઠી હતી. એ વખતે અગોરા મોલનું નામ અગ્રસ્થાને હતું.

Reporter: admin

Related Post