News Portal...

Breaking News :

મિત્રનું ખૂન કરી શરીરના 9 કટકા કરનાર આરોપીની UP ના બીઝનૌરથી ધરપકડ

2025-04-02 22:34:18
મિત્રનું ખૂન કરી શરીરના 9 કટકા કરનાર આરોપીની UP ના બીઝનૌરથી ધરપકડ





ભરૂચ : GIDC ની કાંસની ગટરમાંથી મળેલ અજાણ્યા પુરૂષના અંગોમાં મૃતકની ઓળખ કરી મર્ડર મિસ્ટ્રી ઉપરથી પરદો ઉંચકી મિત્રનું ખૂન કરી શરીરના 9 કટકા કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં UP ના બીઝનૌરથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ભરૂચ શહેરમાં દુધધારા ડેરી નજીક ABC કંપની જવાના રસ્તાની બાજુમાં 29 માર્ચે ગટરમાંથી શ્વાન કોઇ અજાણ્યા પુરૂષનું માથુ ખેંચી લાવ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી. બીજે દિવસે ભરૂચ GIDC ની કાંસની ગટરમાં અલગ અલગ જગ્યાએથી માનવ શરીરનો કમરનો ભાગ તથા ડાબો હાથ મળેલ તેમજ ત્રીજા દિવસે જમણો હાથ એમ વિવિધ અંગો મળી આવેલ.
હાથના ટેટુ તથા અન્ય નિશાનો આધારે મરણજનાર સચીન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. માનવ અવયવો કોઇ તીક્ષ્ણ હથીયારથી કપાયેલા હોય જેથી મરણજનારના ભાઇએ પોતાના ભાઈનું મર્ડર થયેલ હોય અને તેને મિત્ર એવા શૈલેન્દ્ર વિજય ચૌહાણ તથા તેના સાગરીતો ઉપર શંકા હોય. જેથી તેઓ વિરૂધ્ધમાં ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરાઈ હતી.



ભરૂચ મર્ડર મિસ્ટ્રીના આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડાએ ગુનો સત્વરે શોધી કાઢવા, DYSP સી.કે.પટેલ, LCB પી.આઈ., સી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
LCB PI એમ.પી.વાળા દ્વારા ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝીટ કરી. માથાનો ભાગ મળેલ તેની આસપાસના CCTV ફુટેઝ એકત્રીત કરવા તેમજ અન્ય પુરાવાઓ મેળવવા અલગ અલગ ટીમો બનાવાય હતી. અન્ય ટીમોને હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરાઈ હતી.
પોલીસની ટીમો દ્વારા પ્રયત્નો ચાલુ હતા દરમ્યાન સતત ત્રણ દિવસ ભરૂચ GIDC ની કાંસની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહ્યા હતા.
હાથ પર પડાવેલ ટેટુ તથા દાંતની કરાવેલ સર્જરી આધારે મૃતક સચીનની ઓળખ થઈ હતી. સચીન ચૌહાણ 24 માર્ચથી મિસીંગ હોવાનું જણાતા તેની મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થઈ હતી.



મિત્ર એવા આરોપી શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી આ દિશામાં ઉંડાણપુર્વક તપાસ હાથ ધરતા ટેક્નિકલ સર્વેલન્સ આધારે શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દીલ્હી આસપાસમાં જાણવા મળી હતી.

Reporter: admin

Related Post