અમદાવાદ : વિશ્વકમાં પ્રગતિ મંડળ કલોલ ગજજર સુથાર ૬૬ સમાજ દ્વારા સમગ્ર સમાજના ધોરણ ૧૦ ની પરીક્ષામાં વિશેષ સિદ્ધિ મેળવવા બદલ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
તેમજ તેમને શૈક્ષણિક કારકિર્દીમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.ગજજર સુથાર ૬૬ સમાજમાં સૌ પ્રથમ મિસ્ત્રી પ્રિયલ ૯૫.૮૩%(૯૯.૪૦% પર્સનટાઇલ) સાથે સમગ્ર સમાજનું ગૌરવ વધાયું હતું. આ સાથે મિસ્ત્રી કિશા, પ્રીત પરાગ ગજજર, રુદ્ર ગજજર, જોવલ ગજજર, અક્ષર ગજજર, પ્રેક્ષા સુથાર, રાહી ગદ્દર, હિયા ગજજર, રુદ્ર ગજજર, હિયા દિપક સુથાર, ઉમંગી ગજજર, ગજજર આયુષ તેમજ સાથી ગજજર આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ ઊંચી ટકાવારી સાથે ધોરણ ૧૦ ની પરીક્ષા ઉત્તીર્ણ થવા બદલ સમગ્ર સમાજ તરફથી તેમના પરિવારને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
ગજજર સુથાર ૬૬ સમાજ ના પ્રમુખ પ્રવીણભાઈ ગજજર, જગદીશભાઈ ગજજર, મંત્રી રાજુભાઈ ગજજર તેમજ તમામ કારોબારી અને સલાહકાર સમિતિના સભ્યો અને વિપુલભાઈ ગજજર દ્વારા તમામ બાળકોના પરિવાર ને અભિનંદન આપવામાં આવ્યા હતા.
Reporter: admin







