સાવલી તાલુકામાં રહેતા યુવાને આણંદની યુવતીસાથે સગાઇ કર્યા બાદ શરીર સંબંધ બાંધી લગ્નનો ઇન્કાર કરી દેતાં યુવતીએ યુવાન વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના રણજીતનગર ખાતે રહેતાં અક્ષય વિનુભાઇ ભોઇના લગ્ન આણંદમાં રહેતી એક યુવતી સાથે નક્કી થયા હતાં. સમાજના રિવાજ મુજબ બંનેએ સગાઇ પણ કરી હતી. સગાઇ બાદ થોડા દિવસો સુધી યુવતી અક્ષયના ઘેર આવી હતી અને ત્યાં રહેતી હતી. દરમિયાન અક્ષય યુવતીને પોતાના ઘેર તેમજ મેવલીયાપુરા ખાતે લઇ જઇ તેની સાથે શરીર સંબંધબાંધ્યા હતાં.
યુવતી યુવાનને લગ્ન કરી લેવા માટે વારંવાર કહેતી હતી પરંતુ યુવાન કોઇ બહાનું કરી લગ્નને ટાળતો હતો. યુવાન અને યુવતી લાંબો સમય સાથે રહ્યા બાદ આખરે યુવતી તેના ઘેર જતી રહી હતી અને આ અંગે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી દ્વારા યુવાન તેમજ તેના પરિવારના સભ્યો ત્રાસ આપતા હોવાની પણ ફરિયાદ કરતાં તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે
Reporter: News Plus