વડોદરા: શહેર બીજેપીના નવા 'નમો કમલમ' કાર્યાલયના તકતી અનાવરણ બાદ વિવાદ વધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

શહેર બીજેપીના નવા કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.રવિવારે તકતીનું અનાવરણ કરાયું પરંતુ સોમવારે તકતી ઉતારી લેવાઈ છે.તકતીમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ડો વિજય શાહના નામ હતા.

પરંતુ પ્રદેશ મોવડી મંડળ, શહેર પ્રભારી, સાંસદ, ધારાસભ્યોનું નામ તકતીમાં ન હોવાથી ભારે નારાજગી થઈ હોવાની ચર્ચા ઉઠી છે.પ્રદેશ મોવડી મંડળના આદેશથી તકતી તાત્કાલિક ઉતારી લેવાઈ હોવાની ચર્ચા થઈ રહી છે.



Reporter: admin







