વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા ખાતે આવેલા વોર્ડ નંબર 4 ની કચેરીની બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી ચાર માળની બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવેલ હતી.
જેને તોડવાનું કામ પાલિકા દ્વારા આજે હાથ ધરવામાં આવેલ હતુ પરંતુ મોટો સવાલ એ છે કે પાલિકાની કચેરીની બાજુમાં જ આ રીતે દબાણ થઈ રહ્યું હતું અને એ કચેરીમાં પૂર્વ ઝૉનના આસિસ્ટન્ટ કમિશનર તથા ડેપ્યુટી કમિશનર ની ઓફિસ આવેલી હોવા છતાં આ કેવી રીતેનું બાંધકામ થઈ ગયું. છતાં કોઈના ધ્યાને ના આવેલ હતો વધુમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા એ જણાવ્યું હતું કે કોર્પોરેશનની કચેરી દ્વારા આ બિલ્ડર સાથે મસ મોટો વહીવટ કરીને આ પ્રકારના દબાણો કરવા દેવામાં આવતા હોય છે.આજે પણ જ્યારે પાલિકા દ્વારા આ બિલ્ડિંગને તોડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેશનના જ મોટા અધિકારીનો ફોન આવતા કામગીરી રોકી ફક્ત બિલ્ડીંગ ને સીલ કરી દબાણ શાખાની ટીમ અને TDO ની ટીમ પરત ફરી ગઈ હતી એ જોતા જ સાબિત થાય છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસરો અને કોર્પોરેશનના અધિકારીઓની મીલી ભગતના કારણે અને બિલ્ડર જોડે મસમોટા વ્યવહાર કરી કોઈ નેતા કે અધિકારીના દબાવથી આ બિલ્ડીંગના દબાણને તોડતા રોકી દેવામાં આવ્યો હતો.
જો આ જ રીતે મોટા બિલ્ડરોને અધિકારીઓ દ્વારા બચાવવામાં આવતો હોય તો કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ગરીબ લોકોના ઝુપડા ઉપર અને ધંધા ઉપર તરાપ કેમ મારતા હોય છે એ પણ એક મોટો સવાલ છે.વધુમાં પવન ગુપ્તા એ જણાવ્યું હતું કે જો આ દબાણને તોડવામાં ન આવ્યું તો આવનાર દિવસોમાં પાલિકાની વડી કચેરીએ જઈ અધિકારીઓથી પૂછવામાં આવશે કે એવી તો કઈ પદ્ધતિ છે જેનાથી કલાકોમાં જ ગેરકાયદે બિલ્ડીંગ લીગલ થઈ જાય છે. જાહેર જનતાને પણ બતાવવામાં આવે તાકી ગરીબ લોકો પોતાના ઘરને પણ લીગલ બનાવી શકે.
Reporter: admin